PM Modi Kedarnath Visit: PM મોદી પહોચ્યા કેદારનાથના, બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ

|

Nov 05, 2021 | 8:20 AM

પીએમ મોદીની મુલાકાત માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને મંદિર પરિસરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે

PM Modi Kedarnath Visit: PM મોદી પહોચ્યા કેદારનાથના, બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ
PM Modi Kedarnath Visit

Follow us on

PM Modi Kedarnath Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કેદારનાથ ધામ (Kedarnath Dham)ની મુલાકાતે પોહચી ગયા છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પાંચમી વખત કેદારનાથ આવ્યા  છે. પીએમ મોદીની મુલાકાત માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી  અને મંદિર પરિસરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.

પીએમ મોદી (PM Modi) ના દેહરાદૂન આગમન પર, સીએમ પુષ્કર સિંહ  ધામી (CM Pushkar Singh Dhami) એ કહ્યું કે તેઓ ભારતના સફળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઉત્તરાખંડના દેવભૂમિમાં આગમન પર સ્વાગત અને અભિવાદન કરે છે. આજે માનનીય વડાપ્રધાન શ્રી કેદારનાથ ધામ પહોંચશે અને આદિ શંકરાચાર્યની પવિત્ર સમાધિ અને ભવ્ય પ્રતિમા સાથે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હેલિકોપ્ટર લેન્ડિંગ વ્યવસ્થા
પીએમ મોદીની મુલાકાત દરમિયાન કેદારનાથમાં ખરાબ હવામાન કે અન્ય કારણોસર ગૌચરમાં હેલિકોપ્ટર લેન્ડિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદીની મુલાકાતને લઈને સમગ્ર કેમ્પસમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બુધવારે જ કેદારનાથ પહોંચ્યા હતા અને ત્યાર બાદ ગુરુવારે પણ તેઓ કેદારધામ પહોંચ્યા હતા અને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પીએમની મુલાકાતની તૈયારીઓને લઈને અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ આપી છે.

આ પણ વાંચો: ‘સુંદર શુભકામનાઓ માટે આભાર મિત્ર,’ PM મોદીએ ઇઝરાયેલના PM નફતાલી બેનેટની દિવાળીની શુભેચ્છાઓ પર આભાર વ્યક્ત કર્યો

 

Published On - 8:09 am, Fri, 5 November 21

Next Article