NCC Event: PM મોદીએ NCC ટુકડીઓના માર્ચ પાસ્ટનું કર્યું નિરીક્ષણ, કરિઅપ્પા ગ્રાઉન્ડ પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું

|

Jan 28, 2022 | 1:36 PM

નિરીક્ષણ પહેલા વડાપ્રધાનને કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

NCC Event: PM મોદીએ NCC ટુકડીઓના માર્ચ પાસ્ટનું કર્યું નિરીક્ષણ, કરિઅપ્પા ગ્રાઉન્ડ પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું
pm modi ( PS : twitter)

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi) દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે અને તેઓ નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ટુકડીઓના માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે. નિરીક્ષણ પૂર્વે વડાપ્રધાનને કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન મોદી હાલમાં NCC ટુકડીઓના માર્ચ પાસ્ટની સમીક્ષા કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણકરી NCC ટુકડીઓના માર્ચ પાસ્ટની સમીક્ષા કરશે અને NCC કેડેટ્સને લશ્કરી કાર્યવાહી, સ્લિથરિંગ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટમાં ઉડ્ડયન, પેરાસેલિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કરશે. શ્રેષ્ઠ કેડેટ્સને વડાપ્રધાન દ્વારા મેડલ અને બેટન આપવામાં આવશે.
જણાવી દઈએ કે આ NCC કેમ્પમાં દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 500 સપોર્ટ સ્ટાફ અને 380 છોકરીઓ સહિત 1000 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. તે જ સમયે, તે આજે એટલે કે શુક્રવારે પીએમ કાર્યક્રમ અને રેલી સાથે સમાપ્ત થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અગાઉ, ગયા વર્ષે 2021 માં આ જ દિવસે, પીએમએ એનસીસી સાથે સંબંધિત અન્ય પ્રસંગે કેડેટ્સનું સન્માન કર્યું હતું. દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડમાં આયોજિત સમારોહમાં પીએમ મોદીએ એનસીસી પરેડ બાદ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કેડેટ્સને પણ સંબોધિત કર્યા હતા.

પીએમઓ દ્વારા જાહેર  કરાયેલા નિવેદન અનુસાર, આ રેલીનું આયોજન દર વર્ષે 28 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેડેટ્સની પરેડ પૂરી થયા બાદ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે બુધવારે દેશભરમાં 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખો દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે.

આ પણ વાંચો :  BrahMos: ફિલિપાઈન્સ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદી રહ્યું છે, આજે બંને દેશો વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ થશે

આ પણ વાંચો : અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

Next Article