BJP Residential Complex: PM મોદીએ ભાજપના નવા રહેણાક સંકુલનું કર્યું ઉદ્ઘાટન, શ્રમવીરોને પણ મળ્યા

પીએમ મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરથી પાર્ટીના નવા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ સંકુલ ભાજપના હોદ્દેદારો માટે બનાવવામાં આવ્યું છે.

BJP Residential Complex: PM મોદીએ ભાજપના નવા રહેણાક સંકુલનું કર્યું ઉદ્ઘાટન, શ્રમવીરોને પણ મળ્યા
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:42 PM

પીએમ મોદીએ મંગળવારે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરથી પાર્ટીના નવા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. પીએમ મોદી રહેણાંક સંકુલના નિર્માણમાં શ્રમદાન કરનારા મજૂરો, કારીગરોને પણ મળ્યા હતા.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બીજેપી હેડક્વાર્ટરના વિસ્તરણના ઉદ્ઘાટન પ્રસંગે પ્રાર્થના કરી હતી. આ સંકુલ ભાજપ મુખ્યાલયની સામે પક્ષના અધિકારીઓ માટે બનાવવામાં આવ્યું છે.

 

ભાજપની ઓફિસ જે સ્થળે છે તેનાથી આમ આદમી પાર્ટીની ઓફિસ માત્ર 200 મીટર દૂર છે. જેમાં ભાજપે ઓફિસના કરેલા વિસ્તરણ બાદ આમ આદમી પાર્ટી પણ જમીનની માંગણી કરી શકે છે. આ પૂર્વે ભાજપની ઓફિસ અશોકા રોડ પર હતી. જ્યાં જગ્યા ઓછી પડતા ઓફિસ અહિંયા શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસની ઓફિસ અકબર રોડ પર છે.