PM Modi Foreign Visit: PM મોદી આજથી ત્રણ દિવસ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે

મુલાકાતના પ્રથમ તબક્કામાં પીએમ મોદી (PM Modi) બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ છઠ્ઠી ભારત-જર્મની આંતર-સરકારી સલાહકાર બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરશે.

PM Modi Foreign Visit: PM મોદી આજથી ત્રણ દિવસ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે
PM Modi Foreign Visit
Image Credit source: ANI
| Edited By: | Updated on: May 02, 2022 | 6:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જર્મની (Germany), ડેનમાર્ક અને ફ્રાન્સ (France) ની 3 દિવસની સત્તાવાર મુલાકાત માટે ગઈકાલે મોડી રાત્રે દિલ્હીથી રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની તેમની મુલાકાત પહેલા રવિવારે કહ્યું હતું કે યુરોપની તેમની મુલાકાત એવા સમયે આવી રહી છે જ્યારે આ ક્ષેત્ર ઘણા પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યો છે અને તેઓ ભારતના યુરોપિયન ભાગીદારો સાથે કામ કરીને ભારતને મજબૂત કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુરોપિયન ભાગીદારો ભારતની શાંતિ અને સમૃદ્ધિની શોધમાં મુખ્ય ભાગીદારો છે. આ વર્ષે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે.

વડા પ્રધાન મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 2 મેના રોજ બર્લિનની મુલાકાત લેશે અને પછી તેમના ડેનિશ સમકક્ષ મેટ્ટે ફ્રેડરિકસેનના આમંત્રણ પર દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેવા માટે 3-4 મેના રોજ કોપનહેગન જશે. અને ભારત-નોર્ડિક વચ્ચેની શિખર સંમેલનમાં ભાગ લેશે. તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં તેઓ ફ્રાન્સમાં સંક્ષિપ્ત રોકાણ કરશે, જ્યાં મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.

પીએમ મોદી બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે

મુલાકાતના પ્રથમ તબક્કામાં પીએમ મોદી બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ છઠ્ઠી ભારત-જર્મની આંતર-સરકારી સલાહકાર બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બેઠકમાં બંને દેશોના ઘણા મંત્રીઓ હાજરી આપશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તામાં આવેલા સ્કોલ્ઝ સાથે મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ સંયુક્ત રીતે બિઝનેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદી જર્મનીમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. વડા પ્રધાને કહ્યું કે તેઓ IGC બેઠકને જર્મનીની નવી સરકાર સાથે વાતચીતની તક તરીકે જુએ છે, જે તેની રચનાના છ મહિનાની અંદર થઈ રહી છે. તેમણે કહ્યું કે આનાથી મધ્યમ અને લાંબા ગાળાની પ્રાથમિકતાઓને ઓળખવાની તક મળશે. તેમણે કહ્યું કે વર્ષ 2021 માં, ભારત અને જર્મનીએ તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષની ઉજવણી કરી અને વર્ષ 2000 થી, બંને દેશો વ્યૂહાત્મક સાથી છે.

Published On - 6:27 am, Mon, 2 May 22