વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019થી લઈને અત્યાર સુધી કેટલી વખત વિદેશ પ્રવાસ કર્યો. તેને લઈ સરકારે જાણકારી આપી છે. બજેટ સત્ર દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં એક સવાલના જવાબમાં આ યાત્રાઓની વિગતો આપી. તેમને આંકડા રજૂ કરતા કહ્યું કે 2019થી લઈને અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 વખત વિદેશ યાત્રાઓ કરી છે.
તેમાં કુલ 22.76 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યારે રાષ્ટ્રપતિને લઈ તેમને કહ્યું કે 2019થી અત્યાર સુધી રાષ્ટ્રપતિએ 8 વિદેશ યાત્રા કરી છે. તેની પર 6.24 કરોડથી વધારે રૂપિયા ખર્ચ થયા છે. તેમને રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકારે 2019થી રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસ માટે 6,24,31,424 રૂપિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે 22,76,76,934 રૂપિયા ખર્ચ કર્યા છે.
આ પણ વાંચો: નાણામંત્રીએ સુશાંત સિંહ રાજપૂતની કઈ ભવિષ્યવાણી પાડી સાચી? બજેટમાં કરવામાં આવી આ જાહેરાત
આ સિવાય તેમને વિદેશ મંત્રીના પ્રવાસનો આંકડો પણ રજૂ કર્યો છે. તેમને કહ્યું કે વિદેશ મંત્રીએ 2019થી લઈ અત્યાર સુધી 86 વખત વિદેશ યાત્રા કરી છે. તેમાં 20,87,01,475 રૂપિયા ખર્ચા થયા છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019થી લઈને અત્યાર સુધી 3 વખત જાપાન, બે પખત અમેરિકા અને બે વખત યૂએઈનો પ્રવાસ કર્યો છે.
જો રાષ્ટ્રપતિની વિદેશ યાત્રાની વાત કરીએ તો રાષ્ટ્રપતિની 8 યાત્રાઓમાંથી 7 યાત્રા રામનાથ કોવિંદે કરી હતી. જ્યારે એક યાત્રા હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સપ્ટેમ્બરમાં કરી હતી. જ્યારે મહારાણી એલિઝાબેથ-2ના નિધન બાદ તેમને બ્રિટેનનો પ્રવાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન ફ્લાઈટની વચ્ચે રોકાવા (હોલ્ટ) પર હોટલ બુક કરવામાં આવતી નથી પણ તે એરપોર્ટ લાઉન્જમાં જ આરામ કરે છે. આ પહેલા પ્રોટોકોલ મુજબ હોલ્ટ દરમિયાન વડાપ્રધાનને રોકાવા માટે હોટલ બુક કરવામાં આવતી હતી.
Published On - 10:25 pm, Thu, 2 February 23