આપણી આધુનિક સંસ્કૃતિનું પ્રતિક બનશે રામમંદિર: PM મોદી

|

Sep 21, 2020 | 12:18 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના ભૂમિપૂજન બાદ આમંત્રિતોને સંબોધન કરતા પૂર્વે ‘સીયાવર રામચંદ્ર કી જય, જય સીયારામ, જય સીયારામ’ કહ્યુ હતું. આ જયઘોષ સીયારામની નગરીમાં જ નહી, આની ગુંજ પૂરા વિશ્વમાં સંભળાઈ રહી છે. દેશવાસીઓ અને વિશ્વભરમાં ફેલાયેલા કરોડો ભારત ભક્તો, રામ ભક્તોને કોટી કોટી અભિનંદન આપ્યા. મારુ સૌભાગ્ય છે કે રામજન્મભૂમિ તિર્થે આમંત્રણ આપ્યુ આ […]

આપણી આધુનિક સંસ્કૃતિનું પ્રતિક બનશે રામમંદિર: PM મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના ભૂમિપૂજન બાદ આમંત્રિતોને સંબોધન કરતા પૂર્વે ‘સીયાવર રામચંદ્ર કી જય, જય સીયારામ, જય સીયારામ’ કહ્યુ હતું. આ જયઘોષ સીયારામની નગરીમાં જ નહી, આની ગુંજ પૂરા વિશ્વમાં સંભળાઈ રહી છે. દેશવાસીઓ અને વિશ્વભરમાં ફેલાયેલા કરોડો ભારત ભક્તો, રામ ભક્તોને કોટી કોટી અભિનંદન આપ્યા. મારુ સૌભાગ્ય છે કે રામજન્મભૂમિ તિર્થે આમંત્રણ આપ્યુ આ ક્ષણનો સાક્ષી બનવાની તક આપી તે બદલ રામજન્મભૂમિ તીર્થક્ષેત્રનો આભારી છુ. અયોધ્યા આવવું જ પડે એવુ છે રામ વિના આરામ ક્યા. લક્ષ્યદ્વિપથી લેહ સુધી પુરુ ભારત રામમય છે.દેશ રોમાંચિત છે. દરેક મંચ દિપમય છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત ભાવુક છે સદીઓની પ્રતિક્ષા આજે સમાપ્ત થઈ રહી છે. કરોડો લોકોને આજે વિશ્વાસ નહી થઈ રહ્યો હોય તે જીવતાજીવ આ પાવન દિવસ જોઈ રહ્યાં છે. વર્ષોથી ટેન્ટમાં રહેલા રામ લલ્લા માટે ભવ્ય મંદિરનું નિર્માણ થશે, તુટવુ અને ફરી ઊભુ થવુ એ સદીઓથી ચાલી આવતી પરંપરાથી રામજન્મભૂમિ મુક્ત થઈ છે. કઈ કેટલી પેઢીઓએ પંદરમી ઓગસ્ટનો દિવસ લાખો રામ મંદિર માટે કઈ કઈ સદીઓ માટે કેટલી કેટલી પેઢીઓએ પ્રયાસ કર્યો છે. એ તપ, ત્યાગ અને સંકલ્પના પ્રતિકનો આ દિવસ છે. અર્પણ તર્પણ ત્યાગ અને બલિદાન વડે આજે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રામ મંદિરમાં પાયાની જેમ જોડાઈ રહ્યું છે. એ તમામ લોકોને 130 કરોડ દેશવાસીઓ તરફથી માથું જુકાવીને વંદન કરુ છુ. રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા દરેક વ્યક્તિ જ્યા છે ત્યાં આ કાર્યક્રમ જોઈ રહ્યાં છે, આર્શીવાદ આપી રહ્યાં છે.  ઈમારત નષ્ટ થઈ. અસ્તિત્વ ભૂસવાનો પ્રયાસ થયો પણ રામ આજે પણ આપણા મનમાં વસે છે. શ્રી રામ મર્યાદાપુરષોતમ છે. રામજન્મભૂમિ પર ભવ્ય દિવ્ય મંદિર માટે ભૂમિપૂજન થયુ છે. અહીંયા આવતા પૂર્વે હનુમાનગઢીના દર્શન કર્યા રામના કામ હનુમાન જ કરતા હતા. કળીયુગમાં પણ એ જ કરે છે.
રામ મંદિર આપણી સંસ્કૃતિનુ આધુનિક પ્રતિક બનશે. શાસ્વત આસ્થાનું પ્રતિક રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક, કરોડો લોકોની સામૂહિક સંકલ્પનું પ્રતિત આસ્થા, શ્રધ્ધાનો સંકલ્પ આપશે. ભવ્યતા નહી વધે આ ક્ષેત્રનો વિકાસ થશે. અર્થતંત્રનો વિકાસ થશે. નવો અવસર પેદા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 8:38 am, Wed, 5 August 20

Next Article