PM Modi એ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા

|

Oct 24, 2022 | 9:59 PM

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)ભારતીય મૂળના ઋષિ સુનકને(Rushi Sunak) બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તેઓ વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને રોડમેપ 2030(Roadmap 2030) ને લાગુ કરવા માટે ઉત્સુક છે.

PM Modi એ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા
PM Modi congratulated Britain Pm Rishi Sunak

Follow us on

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)ભારતીય મૂળના ઋષિ સુનકને(Rushi Sunak) બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તેઓ વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને રોડમેપ 2030(Roadmap 2030) ને લાગુ કરવા માટે ઉત્સુક છે. એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે “ઋષિ સુનકને યુકેના વડા પ્રધાન બનવા બદલ હૃદયપૂર્વક અભિનંદન. હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને રોડમેપ 2030 ને અમલમાં મૂકવા માટે ઉત્સુક છું. ” બ્રિટિશ ભારતીયોના ‘લિવિંગ બ્રિજ’ને દિવાળીની ખાસ શુભેચ્છાઓ. અમે ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે.

ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બનીને ઈતિહાસ રચશે. પેની મોર્ડેંટે રેસમાંથી ખસી જવાની જાહેરાત કર્યા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે સુનકને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. બ્રિટનના પૂર્વ નાણાપ્રધાન 42 વર્ષીય સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદોમાંથી અડધાથી વધુનું સમર્થન હતું, જ્યારે તેમને જીતવા માટે ઓછામાં ઓછા 100 સાંસદોની જરૂર હતી. સંસદસભ્યોની પ્રભાવશાળી સમિતિ 1922ના વડા, સર ગ્રેહામ બ્રેડીએ ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે સ્થાનિક સમયાનુસાર બપોરે 2 વાગ્યે સંસદ પરિસરમાં જાહેરાત કરી કે તેમને માત્ર એક જ નોમિનેશન મળ્યું છે. તેથી સુનાકે નેતા બનવાની રેસ જીતી લીધી છે.

આનો અર્થ એ છે કે બકિંગહામ પેલેસમાં મહારાજા ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત કર્યા પછી ઋષિ સુનક વડા પ્રધાન બનશે. વધુ સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેઓ આધુનિક ઈતિહાસમાં સૌથી યુવા બ્રિટિશ વડાપ્રધાન પણ હશે. વર્તમાન રેકોર્ડ ધારક ડેવિડ કેમરન છે. જે 42 વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દિવાળીના અવસર પર ભારતને વધુ એક મોટી દિવાળીની ભેટ મળી છે. ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો.

Published On - 9:56 pm, Mon, 24 October 22

Next Article