સંસદમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ઘણી વખત ખરાબ બોલવાના ઈરાદામાં પણ સત્ય બહાર આવી જાય છે. લંકા હનુમાન દ્વારા નથી બળી પરંતુ તે રાવણના અભિમાનથી બળી હતી. જનતા પણ ભગવાન રામનું સ્વરૂપ છે, તેથી જ 400માંથી 40 થયા છે. મોદીએ કહ્યું કે ક્યારેક કોંગ્રેસના નેતાઓના જન્મદિવસ પર વિમાનમાં કેક કાપવામાં આવતી હતી, પરંતુ હવે તે વિમાનમાં ગરીબો માટે રસી મોકલવામાં આવી રહી છે.
તેમણે કહ્યુ કે, એક સમય હતો જ્યારે ડ્રાયક્લીનિંગ માટેના કપડાં એરોપ્લેન દ્વારા લાવવામાં આવતા હતા. આજે ચપ્પલ ધરાવતો ગરીબ માણસ એરોપ્લેનમાં મુસાફરી કરી રહ્યો છે. એક જમાનામાં રજાઓ ગાળવા, મોજમસ્તી માટે તેઓ નૌકાદળના યુદ્ધ જહાજને બોલાવતા, પરંતુ હવે દૂર ફસાયેલા ભારતીયોને તે જહાજોમાં લાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા ત્યારી સમગ્ર વિપક્ષના નેતા સંસદમાં ઉભા થઈને વિરોધ કર્યો હતો. ત્યારે પીએમે કહ્યુ કે, તમે બધા બેસી જાઓ નહી તો થાકી જશો. પીએમ મોદીએ સંસદમાં 05:08 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કર્યુંં હતુ અને વિપક્ષ પર પ્રહાર કરતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ 06:40 એ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ સતત પીએમ મોદીને સંસદમાં આવી જવાબ આપવાની માગ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે આજે પીએમ મોદી સંસદમાં આવ્યા તો વિપક્ષે વોકઆઉટ કર્યું.
Opposition MPs walk out of the Lok Sabha as Prime Minister Narendra Modi speaks on #NoConfidenceMotion pic.twitter.com/QagYKrnqrG
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ વિચારે છે કે તેનું નામ બદલીને તે દેશ પર રાજ કરશે. હોસ્પિટલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. પરંતુ તેનો કોઈ ઈલાજ નથી. એરપોર્ટ પર તેનું નામ, એવોર્ડ તેના નામે, તમારા નામે યોજનાઓ ચલાવો, પછી હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરો. જનતા કામ જોવા માંગે છે પરંતુ તેમને માત્ર પરિવારનું નામ મળ્યું છે.
કોંગ્રેસ નામ સાથે જોડાયેલી કોઈ વસ્તુ તેમની નથી. ચૂંટણી ચિન્હથી લઈને પોતાના હોવાનો દાવો કરતા વિચારો સુધીની દરેક વસ્તુ કોઈ બીજા પાસેથી લેવામાં આવી છે. પક્ષના સ્થાપક એઓ હ્યુમ હતા, જે એક વિદેશી હતા. 1920માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી ઉર્જા અને ધ્વજ મળ્યો. દેશે તેને દત્તક લીધો. એ ઝંડાની તાકાત જોઈને કોંગ્રેસે રાતોરાત ઝૂંટવી લીધો. મતદારોને બોલાવવા માટે ગાંધીનું નામ પણ ચોરી લીધું.