સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સલામત બહાર આવતા પીએમ મોદીએ રેસક્યુ ટીમનો માન્યો આભાર, શ્રમિકોના ધૈર્ય અને સાહસની કરી સરાહના

સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો બહાર આવતા પીએમ મોદીએ રેસક્યુ ટીમનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરી રેસક્યુ ટીમની કામગીરીની સરાહના કરી સાથોસાથ ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના અદમ્ય ધૈર્ય અને સાહસની પણ પ્રશંસા કરી અને જણાવ્યુ કે તમામ શ્રમિકો અને તેમના પરિવારજનોએ જે હિંમતનો પરિચય આપ્યો છે તેમણે એક મિસાલ સ્થાપિત કરી છે.

સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સલામત બહાર આવતા પીએમ મોદીએ રેસક્યુ ટીમનો માન્યો આભાર, શ્રમિકોના ધૈર્ય અને સાહસની કરી સરાહના
| Updated on: Nov 28, 2023 | 10:39 PM

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોનું 17 દિવસ બાદ સફળ રેસક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે. આખરે મંગળવારના દિવસે એ મંગલ ઘડી આવી પહોંચી જ્યારે તમામ શ્રમિકોને સલામત રીતે ટનલની બહાર લાવવામાં સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ દિવસથી જ તમામ રેસક્યુ કામગીરી પર સતત નજર રાખી રહ્યા20હતા. આજે જ્યારે રેસ્કયુ કામગીરી તેના અંતિમ તબક્કામાં હતી ત્યારે પણ પીએમ મોદી સતત પળેપળની જાણકારી લઈ રહ્યા હતા અને અધિકારીઓ સતત તેમને બ્રિફીંગ કરી રહ્યા હતા.

પીએમ મોદીએ કામદારોના સારા સ્વાસ્થ્યની કરી કામના

સિલક્યારા ટનલમાંથી તમામ 41 કામદારોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી તમામ શ્રમિકોના સારા સ્વાસ્થ્યની કામની કરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે,

” ઉત્તરકાશીમાં ફસાયેલા અમારા શ્રમિક ભાઈઓના રેસ્ક્યુ ઓપરેશનમાં મળેલી સફળતા હર કોઈને ભાવુક કરી દેનારી છે. ટનલમાં જે સાથીઓ ફસાયેલા હતા તે તમામને કહેવા માગુ છુ કે તમારુ સાહસ અને ધૈર્ય હરકોઈને પ્રેરિત કરનારુ છે. હું તમારા સૌની કુશળ મંગળ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરુ છુ.
એ અત્યંત સંતોષની ઘડી છે જ્યારે આટલા લાંબી રાહ જોયા બાદ હવે અમારા શ્રમિક મિત્રો ત્મના પ્રિયજનોને મળી શકશે. આ તમામના પરિજનોએ પણ આ પડકારદાયક સમયમાં જે ધીરજ અને હિંમત બતાવી છે તેની જેટલી પણ સરાહના કરીએ એટલી ઓછી છે.

હું આ બચાવ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોના એ જુસ્સાને સલામ કરુ છુ. તેમની બહાદુરી અને સંકલ્પ શક્તિએ અમારા શ્રમિક ભાઈઓને નવુ જીવન આપ્યુ છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કની એક અદ્દભૂત મિસાલ સ્થાપિત કરી છે.”

ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી જણાવ્યુ કે ” ઉત્તરકાશીમાં સિલક્યારા સુરંગમાં ફસાયેલા આપણા તમામ 41 શ્રમિક ભાઈઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે તે રાષ્ટ્ર માટે સારા સમાચાર છે. આટલા લાંબા સમય સુધી ટનલમાં આવી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવામાં રાષ્ટ્ર તેમની હિંમતને સલામ કરે છે.અમારા સાથી નાગરિકોના જીવન બચાવવા માટે અથાક પ્રયત્નો કરનાર તમામ લોકો અને એજન્સીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.”

આ પણ વાંચો:  જીતી મહેનત હાર્યો સંઘર્ષ, બસ થોડા કલાકોમાં જ બહાર આવશે 17 દિવસથી ફસાયેલા શ્રમિકો, વાંચો પળેપળના મોત સામેના જંગની સ્ટોરી

જિંદગી બચાવવાના યજ્ઞમાં 2000 લોકોએ કોઈને કોઈ મદદના સ્વરૂપે આપી આહુતિ

આ ટનલમાં ફસાયેલા શ્રમિકોનું રેસક્યુ ઓપરેશન પૂર્ણ થતા જ જાણે યજ્ઞ પુરો થયો અને 2000થી વધુ લોકોએ યેનકેન પ્રકારે મદદરૂપ થઈ પોતાની આહુતિ આપી હતી તેમ કહી શકાય. આ રેસક્યુ ઓપરેશનના હિરો રહ્યા એ અનસંગ હિરો જે છેલ્લા 17 દિવસથી રાત દિવસ એક કરી સતત શ્રમિકોને બહાર લાવવા માટેની કામગીરી કરી રહ્યા હતા જેમા NDRF, SDRF, BRO, સહિતની અનેક એજન્સી લાગેલી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો