5 States Assembly Election: પંજાબ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ચારેય રાજ્યોમાં ભાજપે (BJP Party) જીત મેળવી છે અને હવે તે ત્યાં BJP સરકાર બનાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવી છે અને હવે તે હોળી પહેલા સરકાર બનાવવા જઈ રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા આજે દિલ્હીમાં (Delhi) સંસદીય દળની બેઠક યોજવામાં આવી છે.
દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં BJP સંસદીય દળની બેઠક યોજાઈ રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
Delhi | Prime Minister Narendra Modi arrives at Ambedkar Bhavan to attend Bharatiya Janata Party’s Parliamentary Party meeting pic.twitter.com/ol2iLnZoUo
— ANI (@ANI) March 15, 2022
ઉત્તર પ્રદેશના કાર્યપાલક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) સોમવારે સાંજે દિલ્હીથી પરત ફર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક સત્તાવાળા વિસ્તારના વિધાન પરિષદના સભ્યોની આગામી ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. BJP સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ઉત્તર પ્રદેશ ભાજપના સંગઠન પ્રભારી રાધા મોહન સિંહ અને વરિષ્ઠ નેતા સુનીલ બંસલ પણ હાજર હતા.
તમને જણાવી દઈએ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ હોળી પછી આવતા અઠવાડિયે યોજાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક સત્તાવાળા વિસ્તારના વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી 9 એપ્રિલે યોજાવાની છે. આ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : UP: દિલ્હીથી પરત ફરતા જ લખનઉમાં CM યોગીની બેઠક, MLC ચૂંટણીની રણનીતિ પર ચર્ચા , કોર કમિટીને આપવામાં આવ્યો વિજય મંત્ર