વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ વર્ષની તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે જર્મની (Germany) પહોંચી ગયા છે. તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વાતચીત કરી. બર્લિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. પીએમ મોદીની સાથે આ મુલાકાતમાં કેટલાક ભારતીય મંત્રીઓ પણ છે, જેઓ તેમના જર્મન સમકક્ષો સાથે પરામર્શ કરશે. બાદમાં પીએમ એક બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે અને એક સામુદાયિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. પીએમ મોદીની આ પાંચમી જર્મની મુલાકાત છે. આ પહેલા તે 2015, 2017 અને 2018માં જર્મનીનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે. 2017માં તેણે બે વખત જર્મનીનો પ્રવાસ કર્યો હતો.
PM #NarendraModi accorded the Guard of Honour at the forecourt of the Federal Chancellery in Berlin, Germany.#PMModiInEurope #ModiInGermany #TV9News pic.twitter.com/TH8wYLwy3y
— Tv9 Gujarati (@tv9gujarati) May 2, 2022
પીએમ મોદીએ બર્લિનની કેટલીક તસવીરો ટ્વીટ કરી છે. તસવીરો ટ્વીટ કરીને તેમણે કહ્યું કે બર્લિનના આઇકોનિક બ્રેન્ડેનબર્ગ ગેટ પર ભારતના રંગો અને વિવિધતા પ્રદર્શિત કરવામાં આવી છે.
The colours and diversity of India are on display at Berlin’s iconic Brandenburg Gate. pic.twitter.com/nhBECQVLEp
— PMO India (@PMOIndia) May 2, 2022
જર્મનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને શુભેચ્છા પાઠવી છે.
Indian nationals in #Berlin welcome PM Modi with fervour #PMModiInEurope #ModiInGermany #TV9News pic.twitter.com/Dc4nGMMFpE
— Tv9 Gujarati (@tv9gujarati) May 2, 2022