PM કિસાન યોજનાને 24 ફેબ્રુઆરીએ પુરા થશે 4 વર્ષ, જાણો આ દિવસે શું નવુ થવાનું છે

|

Feb 14, 2023 | 3:17 PM

2019 માં મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં ખેડૂતોને લઘુત્તમ આવક સહાય તરીકે પ્રતિ વર્ષ 6,000 રૂપિયા સુધી રકમ મળે છે.

PM કિસાન યોજનાને 24 ફેબ્રુઆરીએ પુરા થશે 4 વર્ષ, જાણો આ દિવસે શું નવુ થવાનું છે
PM Kisan Yojana

Follow us on

ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો 24 ફેબ્રુઆરીથી આગામી લોકસભા ચૂંટણી માટે તેના પ્રચારનો પ્રારંભ કરશે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી સરકારની, પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાના ચાર વર્ષ પૂરા થાય છે. 24 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સુધી પહોંચવા માટે દેશભરમાં કિસાન સંમેલનનું આયોજન કરશે. જ્યારે, ભાજપના કિસાન મોરચાના સભ્યો દેશભરમાં કિસાન સંમેલનો અને આવા અન્ય કાર્યક્રમો દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ સાથે કિસાન મોરચાના સભ્યો સંવાદ કરશે અને ખેડૂતોને મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતગાર કરશે.

કિસાન મોરચાના એક અધિકારીએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમે પીએમ સન્માન નિધિના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશું. આ સાથે ખેડૂતો સંમેલન કાર્યક્રમોનું આયોજન કરાશે અને તેમના પ્રતિભાવ પણ લેવાશે. ભાજપના કિસાન મોરચા સાથે જોડાયેલા ખેડૂતો સુધી પહોંચવા માટે એક તાલીમ કાર્યક્રમના ભાગરૂપે દિલ્લીમાં સોશિયલ મીડિયા અને કુદરતી ખેતીની માટે ટીમો બનાવવામાં આવશે. આ સાથે દેશના એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.

લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચી છે

2019માં મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ કરવામાં આવી હતી. જ્યાં ખેડૂતોને લઘુત્તમ આવક સહાય તરીકે દર વર્ષે 6,000 રૂપિયા સુધી મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીએ બીજેપી કિસાન મોરચાના સભ્યો દેશના વિવિધ ભાગોમાં ખેડૂતોની વચ્ચે રહેવા અને તેમની સાથે “મન કી બાત” સાંભળવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કિસાન મોરચાને ખેડૂતલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. ભાજપ કિસાન મોરચાના સદસ્યએ કહ્યું કે, તેમણે સરકાર અને ખેડૂતો વચ્ચે સેતુની ભૂમિકા ભજવવી જોઈએ, જેથી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચી શકે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

જેપી નડ્ડા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર રહેશે હાજર

આ સાથે દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભાજપ કિસાન મોરચા દ્વારા પદયાત્રા અને સેમિનાર જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. નદી કિનારે ઓર્ગેનિક ખેતીની પદ્ધતિથી ખેડૂતને જોડવા માટે વધુ એક અભિયાન ચલાવવામાં આવશે. તેનું ઉદ્ઘાટન આ મહિનાના અંતમાં અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં યુપીના મુઝફ્ફરનગરના શુક્રતાલ ખાતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કરવામાં આવશે.

 

Next Article