PMએ જનતાના પ્રશ્નોનો ના આપ્યો જવાબ, ગૃહની બહાર પણ સરકાર પર મલ્લિકાર્જૂન ખડગેએ સાધ્યુ નિશાન

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું મોદી જીના એક નજીકના મિત્રને લઈ જ્યારે અમે પૂછ્યુ કે તેમની સંપતિ કેવી રીતે વધી તો તેની પર પણ તેમને વાંધો હતો. દરેક વાત પર તે કહી રહ્યા હતા કે તેને સાબિત કરો.

PMએ જનતાના પ્રશ્નોનો ના આપ્યો જવાબ, ગૃહની બહાર પણ સરકાર પર મલ્લિકાર્જૂન ખડગેએ સાધ્યુ નિશાન
Mallikarjun Kharge
Image Credit source: File Image
| Edited By: | Updated on: Feb 10, 2023 | 5:24 PM

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ્યસભાની કાર્યવાહી બાદ ખડગેએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ ગૃહમાં અહંકારની વાત કરી. મારા ભાષણના ઘણા ટુકડા હટાવી દેવામાં આવ્યા. ખડગેએ કહ્યું કે સરકારે અદાણી મામલે જેપીસી તપાસની માંગ કરનારા નિવેદનને હટાવી દીધુ છે. તેમને કહ્યું કે વડાપ્રધાન મોદીએ અમારા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

ખડગેએ કહ્યું મોદી જીના એક નજીકના મિત્રને લઈ જ્યારે અમે પૂછ્યુ કે તેમની સંપતિ કેવી રીતે વધી તો તેની પર પણ તેમને વાંધો હતો. દરેક વાત પર તે કહી રહ્યા હતા કે તેને સાબિત કરો. પછી જ્યારે દૂષિત લોકોને વળતર આપવા વિશે પૂછવામાં આવ્યું તો તેને પણ કાઢી નાખ્યું, મેં કહ્યું હતું કે તમારા મૌન રહેવાના કારણે આ સ્થિતિ આવી છે, તેનો ઉપયોગ પહેલા પણ કરવામાં આવી ચૂક્યો છે પણ તેને પણ રેકોર્ડમાંથી કાઢી નાખ્યું.

આ પણ વાંચો: સર, તમે કેટલી વાર પ્રેમમાં પડ્યા છો? શા માટે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પૂછવામાં આવ્યો આ પ્રશ્ન

પૂછે છે 60 વર્ષ શું કર્યુ?

ખડગેએ કહ્યું કે જેપીસીના મામલે 17 પાર્ટીઓ એક થઈને બોલી, આ વિષય પર એકતા છે. અમે ગરીબની સંપતિને બચાવવા માંગીએ છીએ. એલઆઈસી ડૂબી રહી છે, પંજાબ નેશનલ બેન્ક ડૂબી રહી છે તો શું અમે આ રાષ્ટ્રીય હિતની વાત કરી રહ્યા નથી.

અમે મોટી સંસ્થાઓ ખોલી. મોટા-મોટા દાન કરીને અનાજનો ભંડાર ભરી દીધો. આજે પુછી રહ્યા છે કે તમે 60 વર્ષ શું કર્યુ. અમે સભાપતિને કહી છીએ, પૂછીએ છે કે સાહેબ અમે શું ખોટુ બોલ્યા તો કંઈ જ બોલતા નથી. અમે તેમનું સન્માન કરીએ છીએ.

પીએમનો કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. હું તેમને કહેવા માંગુ છું, હું આવીશ, તમે તે જોયું છે, પરંતુ તમારે એ પણ જોવું જોઈએ કે ત્યાં 1 કરોડ 70 લાખ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. એકલા કલબુર્ગીમાં જ 8 લાખથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે.

આ સાથે રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે આ જોઈને હું તેમની (મલ્લિકાર્જુન ખડગે) પીડા સમજી શકું છું. તમે દલિતોની વાત કરો, એ પણ જુઓ કે એ જ જગ્યાએ ચૂંટણીમાં દલિતોને જીત મળી હતી. હવે જનતા તમને રિજેક્ટ કરી રહી છે, આથી આ વાત પર તમે અહીં રડી રહ્યા છો.