Photos : શું તમે ક્યારેય ભગવાનને પત્ર લખ્યો છે ? આ મંદિરમાં ભક્તો ભગવાનને પત્ર લખીને પૂરી કરે છે મનોકામના

|

Nov 24, 2021 | 5:51 PM

Hasanamba Temple: આ મંદિરમાં દર વર્ષે 'હસનમ્બા મહોત્સવ' યોજાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દેવીના નામે પત્ર લખે છે.

1 / 5
જે જમાનામાં મોબાઈલ, ટેલિફોન વગેરે નહોતા, એ જમાનામાં પત્રો સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ હતા. હવે પત્રોનો યુગ લગભગ પૂરો થઈ ગયો છે. તમે કોઈ પ્રિયજનનોને પત્ર લખ્યો હોય એવુ સાંભળ્યુ હશે,પરંતુ શું તમે ક્યારેય કોઈને  ભગવાનને પત્ર લખતા જોયા છે ?  તમને જણાવી દઈએ કે કર્ણાટકના હાસનમાં એક એવું મંદિર છે જ્યાં લોકો ભગવાનને પત્ર લખે છે.

2 / 5
અમે હસનમ્બા મંદિર વિશે વાત કરી રહ્યા છીએ, જે હસનનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર વર્ષમાં માત્ર 9 દિવસ જ ખુલે છે, જ્યારે વર્ષમાં 356 દિવસ બંધ રહે છે. હસનામ્બા મંદિરનું નિર્માણ 12મી સદીમાં હોયસલા વંશના રાજાઓએ કરાવ્યું હોવાનું કહેવાય છે.

3 / 5
આ મંદિરના દેવી વિશે એક પૌરાણિક માન્યતા છે કે, જ્યારે અંધકાસુર નામના રાક્ષસને બ્રહ્મા પાસેથી અદ્રશ્ય થવાનું વરદાન મળ્યું તો તેણે ખૂબ જ અત્યાચાર કરવાનું શરૂ કર્યુ. જેથી ભગવાન શિવે પોતાની શક્તિઓથી યોગેશ્વરીની રચના કરી અને પોતાના હાથે આ રાક્ષસનો અંત કર્યો. યોગેશ્વરીની સાથે 7 દેવીઓ બ્રાહ્મી, મહેશ્વરી, કૌમરી, વૈષ્ણવી, વારાહી, ઈન્દ્રાણી અને ચામુન્ડી હતી. આ દેવીઓને હાસન એટલુ પસંદ આવ્યુ કે તેઓ અહીં રહેવા લાગી.

4 / 5
મંદિરમાં દર વર્ષે 'હસનમ્બા  મહોત્સવ' યોજાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા દેવીના નામે પત્ર લખે છે.

5 / 5
હાસન પહોંચવા માટે સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બેંગલોર છે, જ્યાંથી મંદિરનું અંતર લગભગ 207 કિલોમીટર છે. જ્યારે મૈસુર એરપોર્ટથી મંદિરનું અંતર લગભગ 127 કિમી છે.

Next Photo Gallery