PHOTOS: લોકોએ LOC પર CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી, કેન્ડલ માર્ચ કાઢી

CDS બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના અકાળ અવસાનથી દુઃખી કાશ્મીરના માચલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે આવેલા માચલ ગામના લગભગ 150 રહેવાસીઓએ ગુરુવારે તેમની યાદમાં કેન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી.

| Edited By: | Updated on: Dec 09, 2021 | 8:22 PM
1 / 6
ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના દુ:ખદ અને અકાળે અવસાનથી દુઃખી થઈને, માચલ સેક્ટરમાં અંકુશ રેખા પાસે આવેલા માચલ ગામના લગભગ 150 રહેવાસીઓએ ગુરુવારે તેમની યાદમાં કેન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી.

2 / 6
તેમણે મધુલિકા રાવત અને 11 અન્ય સૈન્ય કર્મચારીઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેઓ બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં દુ:ખદ Mi-17 V5 અકસ્માતમાં શહીદ થયા હતા.

3 / 6
યોગાનુયોગ, જનરલ બિપિન રાવત અને બ્રિગેડિયર એલએસ લિદ્દરે આ વર્ષે 27 જુલાઈના રોજ મચલ સેક્ટરની મુલાકાત લીધી હતી.

4 / 6
લોકોએ દિવંગત આત્માઓ માટે બે મિનિટનું મૌન પાળી ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

5 / 6
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા અને શાંતિ અને સ્થિરતા લાવવાના તેમના અથાક પ્રયાસો માટે જનરલ બિપિન રાવતને કાશ્મીરીઓ હંમેશા યાદ રાખશે.

6 / 6
CDS બિપિન રાવત અને તેમની પત્નીના અંતિમ સંસ્કાર શુક્રવારે થશે.