પૈેંગોંગમાં ચીન સાથે ઘર્ષણ બાદ રાજનાથ સિંહની હાઈ લેવલની બેઠક, વર્તમાન સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા

|

Sep 19, 2020 | 3:00 PM

ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા ફરી વિવાદ અને ઘર્ષણ બાદ દિલ્હીમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહની આગેવાનીમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન જય શંકર, NSA અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે અને DGMO પણ સામેલ છે. ચીન સાથે હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ચીન સામે […]

પૈેંગોંગમાં ચીન સાથે ઘર્ષણ બાદ રાજનાથ સિંહની હાઈ લેવલની બેઠક, વર્તમાન સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા
https://tv9gujarati.in/pengong-ma-chin-…nniti-ni-charcha/

Follow us on

ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા ફરી વિવાદ અને ઘર્ષણ બાદ દિલ્હીમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહની આગેવાનીમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન જય શંકર, NSA અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે અને DGMO પણ સામેલ છે. ચીન સાથે હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ચીન સામે કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવી વગેરે પર ચર્ચા કરી શકવાની સંભાવના બતાવાઈ રહી છે.

જાણવા મળી રહ્યું છે કે આ પહેલા સોમવારે સાંજે પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ એક બેઠક કરી હતી કે જેમાં નક્કી થયું કે ભારત લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ-LACની આસપાસ પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરશે કે જેથી ચીન સાથે મજબુત મુકાબલો કરી શકાય. ચીન ભારતનું ધ્યાન ભટકાવીને કોઈ બીજી જગ્યાએથી મોટી ઘુસણખોરી તો નથી કરી રહ્યું તે વાત પર પણ ચર્ચા થઈ છે.

પૈગોંગમાં શું થયું?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જણાવી દઈએ કે શનિવારે રાતે ચીનનાં સૈનિકોએ પૈગોંગ ઝીલ પાસે ઘુસણખોરીની કોશિશ કરી હતી જો કે સાવધાન રહેલા ભારતીય સૈનિકોએ તેમને ખદેડી નાખ્યા હતા. જાણવા મળ્યું હતું કે ત્યાં બે ત્રણ જગ્યા પર ચીનનાં સૈનિકો ભેગા થઈ ગયા હતા જેને ખદેડી મુકવામાં આવ્યા હતા, ચીન તરફથી આ ઘુસણખોરી દક્ષિણ કિનારા વિસ્તારમાં થઈ, ભારતમાં ત્યાં મોટી સંખ્યામાં સૈનિકો ખડકી રાખવામાં આવ્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:27 pm, Tue, 1 September 20

Next Article