Supreme Court: પેગાસસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ

|

Aug 05, 2021 | 1:04 PM

પેગાગસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,પેગાસાસ જાસુસી મામલે એક પત્રકાર દ્વારા આ અરજી કરવામાં આવી છે.

Supreme Court: પેગાસસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ
Supreme Court (File Photo)

Follow us on

પેગાસસ દ્વારા  રાજકારણીઓ, સામાજિક કાર્યકરો સહિત સામાજિક કાર્યકરોની જાસૂસી (Spyware) કરવા માટે કથિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની અરજી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરવામાં આવી હતી.જેમાં કોર્ટ દેખરેખ દ્વારા SIT તપાસની માંગ કરવામાં આવી છે.જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમના (N V Ramnna)અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની(Justice Suryakant) ખંડપીઠ દ્વારા આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.એક આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને અંદાજીત 300 જેટલા રાજકારણીઓ,વૈજ્ઞાનિકો સહિત ભારતીય નાગરિકોની જાસુસી કરવામાં આવી હતી.

આપને જણાવવું રહ્યું કે આ અરજી પત્રકાર મૃણાલ પાંડે (Mrunal Pande)દ્વારા કરવામાં આવી છે.તેમણે જણાવ્યું હતું કે,” તમામ પત્રકારોની ફરજ છે કે તેઓ રાજ્યની કાર્યવાહી અને નિષ્ક્રિયતા માટે યોગ્ય ન્યાયની માંગણી કરે.”ઉલ્લેખનીય છે કે,આ અરજીમાં કોર્ટ હેઠળ એક SIT કમિટીની આધારે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

આ પણ વાંચો: જાણો દેશમાં કોરોના વેક્સિન સ્પુતનિક Vને આવવામાં શા માટે થઈ રહ્યો છે વિલંબ ?

આ પણ વાંચો: Railway Train Update: વરસાદને લઈને રેલવે એ કરી આ ટ્રેન રદ, ચેક કરી લો આ એ ટ્રેન નથી ને કે જેમાં તમે મુસાફરી કરવાના છો?

Published On - 8:41 am, Thu, 5 August 21

Next Article