Patna News: પટણામાં પેશાબ કાંડની ઘટના, 1500 રૂપિયા માટે મહિલાના કપડા ઉતાર્યા, ચેહરા પર પેશાબ કરતા ખળભળાટ, આરોપીઓ ફરાર

જ્યારે પરિવારે મહિલાને પૂછ્યું તો મહિલાએ જણાવ્યું કે, માથાભારે પ્રમોદે તેના કપડાં કાઢી નાખ્યા હતા અને તેના પુત્રએ તેના ચહેરા પર પેશાબ કર્યો હતો. જ્યારે મહિલા ઘરે પરત આવી ત્યારે તેના માથા પર ઉંડી ઈજાના નિશાન હતા. તેના પગ પર મારના નિશાન હતા. આ ઘટના બાદ પરિવારના સભ્યો એટલા ડરી ગયા કે તેઓ ગામ છોડવાનું વિચારવા લાગ્યા.

Patna News: પટણામાં પેશાબ કાંડની ઘટના, 1500 રૂપિયા માટે મહિલાના કપડા ઉતાર્યા, ચેહરા પર પેશાબ કરતા ખળભળાટ, આરોપીઓ ફરાર
Patna Police File Image
| Edited By: | Updated on: Sep 26, 2023 | 11:31 AM

માનવતાને શરમાવે તેવા સમાચાર બિહારમાંથી સામે આવ્યા છે જેમાં એક મહાદલિત મહિલા સાથે સ્થાનિક ગુંડાઓ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. મહિલાએ ગુંડાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે 1.5 હજાર રૂપિયાની લોન પર વધારાનું વ્યાજ ચૂકવ્યું ન હતું. જે બાદ ગુંડાઓએ તેણીના કપડાં ઉતારી, માર માર્યો અને તેના ચહેરા પર પેશાબ કર્યો. પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ આ સમગ્ર મામલો પટના જિલ્લાના મોસીમપુર ગામનો છે. મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે થોડા સમય પહેલા મહિલાએ ગુંડાઓ પાસેથી દોઢ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે બાદ તેના પરિવારે વ્યાજ સહિત પૈસા પરત કર્યા હતા. પરંતુ ગુંડાઓએ વ્યાજના નામે વધુ પૈસા માંગ્યા હતા. જ્યારે મહાદલિત મહિલાએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે ગુંડાઓએ તેની સાથે ખૂબ જ અમાનવીય વર્તન કર્યું.

ગુંડાઓની ઓળખ ગામના પ્રમોદ સિંહ અને તેના પુત્ર અંશુ કુમાર તરીકે થઈ છે. તેની સાથે અન્ય ચાર લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે શનિવારની રાત્રે ગુંડાઓ મહિલાને તેના ઘરેથી ઉપાડી ગયા હતા. મહિલા ઘરે ન દેખાતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તેણે જોયું કે મહિલા તેના ઘરેથી કપડા વગર ભાગી રહી હતી. મહિલાના શરીર પર કપડા નહોતા. તે મહિલાને કપડામાં લપેટીને પોતાની સાથે ઘરે લઈ ગયો.

જ્યારે પરિવારે મહિલાને પૂછ્યું તો મહિલાએ જણાવ્યું કે, માથાભારે પ્રમોદે તેના કપડાં કાઢી નાખ્યા હતા અને તેના પુત્રએ તેના ચહેરા પર પેશાબ કર્યો હતો. જ્યારે મહિલા ઘરે પરત આવી ત્યારે તેના માથા પર ઉંડી ઈજાના નિશાન હતા. તેના પગ પર મારના નિશાન હતા. આ ઘટના બાદ પરિવારના સભ્યો એટલા ડરી ગયા કે તેઓ ગામ છોડવાનું વિચારવા લાગ્યા.

પોલીસે કહ્યું છે કે મહિલાએ રાત્રે મારપીટની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેણે પોતાનું નિવેદન બદલ્યું અને પ્રમોદ સિંહ, અંશુ અને 3-4 લોકો વિરુદ્ધ FIR નોંધાવી. હાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ ઘટના બાદ બદમાશોના ઘરને તાળા મારી દેવામાં આવ્યા છે અને પોલીસ તેમને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.

જણાવવું રહ્યું કે આ મુદ્દે પોલીસ તપાસમાં જો કે હજુ સત્યતા ચકાસાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અપડેટ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

પટણાના પેશાબકાંડની સચ્ચાઈ

Published On - 11:04 am, Mon, 25 September 23