EDએ 26 કલાકની પૂછપરછ બાદ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી

|

Jul 23, 2022 | 10:48 AM

એજન્સીના અધિકારીઓએ શુક્રવારે સવારે 8 વાગ્યે ચેટર્જીની તેમના ઘરે પૂછપરછ શરૂ કરી હતી, જે શનિવારે પણ ચાલુ રહી હતી. લગભગ 26 કલાકની પૂછપરછ બાદ મમતા બેનર્જી સરકારના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી હતી.

EDએ 26 કલાકની પૂછપરછ બાદ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી
Partha Chatterjee and Arpita Mukharjee
Image Credit source: TV9

Follow us on

પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટરજીની શનિવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની કથિત શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ED અધિકારીઓ દ્વારા શુક્રવારે રાતભર પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીના અધિકારીઓએ શુક્રવારે સવારે 8 વાગ્યે ચેટર્જીની તેમના ઘરે પૂછપરછ શરૂ કરી હતી, જે શનિવારે પણ ચાલુ રહી હતી. લગભગ 26 કલાકની પૂછપરછ બાદ મમતા બેનર્જી સરકારના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલા શુક્રવારે EDને ચેટરજીની નજીક ગણાતી અર્પિતા મુખર્જીની દક્ષિણ કોલકાતામાં એક પ્રોપર્ટીમાંથી 20 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી હતી. અર્પિતાને કસ્ટડીમાં લેવામાં આવી છે. આ કથિત શિક્ષક ભરતી કૌભાંડ થયું ત્યારે ચેટર્જી રાજ્યના શિક્ષણ મંત્રી હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કૌભાંડમાં કથિત રીતે સામેલ લોકો સામે મની લોન્ડરિંગ પાસાની તપાસ કરી રહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

EDના વરિષ્ઠ અધિકારીઓ દિલ્હીથી કોલકાતા પહોંચ્યા હતા

મળતી માહિતી મુજબ, ધરપકડ બાદ પાર્થ ચેટરજીને CGO કોમ્પ્લેક્સ સ્થિત EDના મુખ્યાલયમાં લઈ જવામાં આવી રહ્યા છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિશેષ અધિકારીઓ પાર્થ ચેટરજીની ધરપકડ માટે કોલકાતા પહોંચ્યા હતા. આ વરિષ્ઠ અધિકારીઓની સલાહ લીધા બાદ જ ચેટરજીની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં નહોતા આપી રહ્યા સહકાર, ED ઓફિસ પર ભારે ફોર્સ તૈનાત

ચેટર્જી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. તેમણે તેની નજીકની મિત્ર અર્પિતા મુખર્જી સાથેના સંબંધોનો પણ ખુલાસો કર્યો ન હતો. હવે તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ ED તેને કસ્ટડીમાં લેશે અને તેની પૂછપરછ કરશે. હાલમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું હેડક્વાર્ટર આવેલા CGO કોમ્પ્લેક્સમાં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે કેન્દ્રીય દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Published On - 10:08 am, Sat, 23 July 22

Next Article