West Bengal: શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા મંત્રી પાર્થ ચેટરજીની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

|

Jul 23, 2022 | 9:27 PM

શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે અર્પિતા મુખર્જીને બે દિવસની ED કસ્ટડીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના નિર્દેશ બાદ તેમને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

West Bengal: શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા મંત્રી પાર્થ ચેટરજીની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
Parth Chatterjee
Image Credit source: ANI

Follow us on

પશ્ચિમ બંગાળમાં (West Bengal) શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્ય મંત્રી પાર્થ ચેટરજીએ બેંકશાલ કોર્ટમાં જામીન અરજી ફગાવી દીધા બાદ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પાર્થ ચેટરજીના (Partha Chatterjee) વકીલોએ તેમને SSKM હોસ્પિટલમાં તબીબી સારવારની મંજૂરી આપવાની ભલામણ કરી. જે બાદ તેમને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે અર્પિતા મુખર્જીને બે દિવસની ED કસ્ટડીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના નિર્દેશ બાદ તેમને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ થયા બાદ પાર્થ ચેટર્જીએ પૂછપરછ દરમિયાન ફરિયાદ કરી હતી કે તેમની તબિયત ઠીક નથી. જોકાની ESI હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. ANI ન્યૂઝ અનુસાર મંત્રી ફિરહાદ હકીમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે મંત્રી પાર્થ ચેટરજીને બે દિવસ માટે ED કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે. કારણ કે તેમની તબિયત સારી નથી તે કારણથી EDની કસ્ટડીમાં SSKM હોસ્પિટલમાં રહેશે. આપને જણાવી દઈએ કે આ પહેલા પાર્થ ચેટર્જીના વકીલોએ કોર્ટમાં તેને જામીન આપવાની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્થ ચેટરજીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમને કસ્ટડીમાં લેવા માટે અરજી કરવામાં આવશે. ED અધિકારીઓનો આરોપ છે કે પાર્થ ચેટર્જી પૂછપરછમાં સહકાર આપી રહ્યા ન હતા. આવી સ્થિતિમાં તેની ધરપકડ કરવામાં આવી છે. એજન્સી કોર્ટને વિનંતી કરશે કે તેને ED કસ્ટડીમાં મોકલવામાં આવે, જેથી તેની વિગતવાર પૂછપરછ કરી શકાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોલકાતામાં EDના દરોડા દરમિયાન મંત્રીની નજીકની અભિનેત્રી અર્પિતાના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો હોવાનો ખુલાસો કર્યો છે. ANI ન્યૂઝ અનુસાર તેમણે કહ્યું “આજે સમગ્ર દેશ અને ખાસ કરીને પશ્ચિમ બંગાળના લોકોએ પશ્ચિમ બંગાળના મંત્રીના નજીકના સહયોગી પર ED દ્વારા દરોડા દરમિયાન નોટોના ઢગલાનું શરમજનક દૃશ્ય જોયું. તે પશ્ચિમ બંગાળમાં રાજકીય ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડે છે. તે રાજકીય ભ્રષ્ટાચારની તપાસના રાજકીયકરણ અને મમતા બેનર્જીની આગેવાની હેઠળની EDનો દુરુપયોગ કરતી તપાસ એજન્સીઓ સામેના મોટા પ્રચાર હુમલા અંગેના પ્રશ્નો ઉઠાવે છે અને જવાબ આપે છે.

Published On - 8:43 pm, Sat, 23 July 22

Next Article