કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન

|

Nov 29, 2021 | 9:31 PM

રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ હાલ ચાલુ રહેશે કારણ કે MSP સહિતના અન્ય મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે. સરકારે કૃષિ કાયદાને રદ્દ કર્યા હોવા છતાં, તેનાથી ખેડૂતોની સમસ્યાઓનો અંત આવ્યો નથી.

કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન
Rakesh Tikait

Follow us on

ભારતીય કિસાન યુનિયનના (BKU) નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 એ તમામ 750 ખેડૂતોને શ્રદ્ધાંજલિ છે, જેમણે આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગત નવેમ્બરથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ટિકૈતે કહ્યું હતું કે, સરકાર ઈચ્છે છે કે દેશમાં કોઈ વિરોધ પ્રદર્શન ન થાય, પરંતુ અમે એમએસપી (MSP) અને અન્ય મુદ્દાઓના સમાધાન પહેલાં પાછળ હટીશું નહીં.

ત્રણેય કૃષિ કાયદાઓને (Farm Laws) રદ કરવાના ભારત સરકારના નિર્ણય પર ટિકૈટે કહ્યું, આ કાળા કાયદા એક રોગ હતો. હવે જો આ બિલ પર રાષ્ટ્રપતિની મહોર લાગી જશે તો તે ખતમ થઈ જશે. તે પછી, સરકાર જ્યાં બોલાવશે ત્યાં અમે વાત કરવા માટે ત્યાં જઈશું. તેમણે વધુમાં કહ્યું, રાષ્ટ્રપતિએ બિલને મંજૂરી આપ્યા પછી, અમે 750 ખેડૂતોના મૃત્યુ, MSP રદ કરવા અને ખેડૂતો પર નોંધાયેલા કેસ જેવા અન્ય મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચા કરીશું.

MSP કાયદા સામે ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે
રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ હાલ ચાલુ રહેશે કારણ કે MSP સહિતના અન્ય મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે. ટિકૈટે કહ્યું, સરકારે કૃષિ કાયદાને રદ્દ કર્યા હોવા છતાં, તેનાથી ખેડૂતોની (Farmers) સમસ્યાઓનો અંત આવ્યો નથી. કારણ કે સરકાર જુદા જુદા ખેડૂત વિરોધી કાયદા લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

લોકસભાએ આજે ​​ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટેનું બિલ પસાર કર્યું હતું. આ બિલ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રજૂ કર્યું હતું. ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ કાયદાનો વિરોધ (Farmers Protest) કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિના દિવસે 19 નવેમ્બરે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે જાહેરાત કરી હતી કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેશે.

જાહેરાત કરવાની સાથે વડાપ્રધાને ખેડૂતોને પોતપોતાના ઘરે પાછા ફરવાનું પણ આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને સરકાર સ્પષ્ટ હૃદય અને સ્પષ્ટ ઈરાદા હોવા છતાં ખેડૂતોના એક વર્ગને આ સમજાવી શકી નથી.

 

આ પણ વાંચો : આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ ‘હાઈ રિસ્ક’ ચેતવણી જાહેર કરી

Next Article