વર્તમાન સત્રના પ્રથમ બે અઠવાડિયા દરમિયાન, રાજ્યસભાએ તેના કાર્યકારી સમયનો 34.25 ટકા સરકારના કાયદાકીય કામકાજમાં ખર્ચ્યો અને પાંચ બિલ પસાર કર્યા. આ બિલોમાં બે બિલો પણ સામેલ છે – એગ્રીકલ્ચર લોઝ રિપીલ બિલ અને ડેમ સેફ્ટી બિલ, જેને પહેલા સપ્તાહમાં જ ઉપલા ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.
બીજા સપ્તાહમાં 52.5 ટકા ઉત્પાદકતા જોવા મળી હતી
શિયાળુ સત્રમાં ગૃહમાં પ્રથમ બે અઠવાડિયા દરમિયાન 56 કલાકના કુલ સુનિશ્ચિત બેઠકના સમયમાંથી, 28 કલાક 30 મિનિટ વિક્ષેપો અને બળજબરીથી સ્થગિત થવાને કારણે વેડફાઈ ગઈ હતી. આ પછી, બીજા અઠવાડિયા દરમિયાન 28 કલાક 30 મિનિટના નિર્ધારિત બેઠક સમયમાંથી 14 કલાક 57 મિનિટ સુધી ગૃહમાં 52.5 ટકા ઉત્પાદકતા જોવા મળી હતી. સત્રના પ્રથમ સપ્તાહ દરમિયાન ગૃહની ઉત્પાદકતા 49.7 ટકા રહી હતી. કારણ કે બેઠકના સુનિશ્ચિત સમયના 52.30 ટકાનો વેડફાટ થયો હતો.
બે સપ્તાહ દરમિયાન ગૃહમાં પાંચ બિલ પાસ થયા
આ બે સપ્તાહ દરમિયાન ગૃહમાં કુલ પાંચ બિલ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં કાર્યકારી સમયના 34.25 ટકા વિધાન કાર્યમાં ખર્ચવામાં આવ્યા હતા. પ્રથમ સપ્તાહમાં બે બિલ પાસ થયા હતા જ્યારે બીજા સપ્તાહમાં ત્રણ બિલ પાસ થયા હતા. 9 કલાક અને 48 મિનિટ સુધી ચાલેલી આ બિલો પરની ચર્ચામાં કુલ 56 સાંસદોએ ભાગ લીધો હતો.
કાર્યકારી સમયનો 21.89 ટકા પ્રશ્નકાળમાં વિતાવ્યો હતો. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો (સેલેરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ 2021 સોમવારે (13 ડિસેમ્બર) ના રોજ યોજાનારી ગૃહની કામગીરીમાં વિચારણા માટે સૂચિબદ્ધ છે.
આ પણ વાંચોઃ NCL Recruitment 2021: NCLમાં એપ્રેન્ટિસની 1295 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, આ રીતે કરો અરજી
Published On - 3:43 pm, Sun, 12 December 21