યુટ્યુબે (YouTube) મંગળવારે સંસદ ટીવીની (Sansad TV) તે યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી. જે ચેનલ પર સંસદની મોટાભાગની કાર્યવાહી પ્રસારિત થાય છે. ખરેખર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે. તેથી જ યુટ્યુબે આ પગલું ભર્યું છે. સંસાદ ટેલિવિઝન એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ચેનલનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તેનું નામ બદલીને ‘ઇથેરિયમ’ કરવામાં આવ્યું હતું જે એક ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) છે.
Sansad Television says “its YouTube channel-Sansad TV was compromised by some scamsters on Feb 15. YouTube is addressing the security threat” pic.twitter.com/UiTtpJuJMQ
— ANI (@ANI) February 15, 2022
યુટ્યુબ પર સંસદ ટીવીનું એકાઉન્ટ યુટ્યુબના સમુદાય દિશાનિર્દેશોનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ યુટ્યુબ ચેનલ પર લોકસભા (Lok Sabha) અને રાજ્યસભાની (Rajya Sabha) કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે, સંસદ ટીવીની ચેનલને હેક કરવામાં આવી હતી અને તેનું નામ ઇથેરિયમ રાખવામાં આવ્યું હતું જે એક ક્રિપ્ટોકરન્સી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મુદ્દો ગૂગલ સાથે ઉઠાવવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે, હેકિંગ જેવું કંઈક થયું છે. ગૂગલને ફરિયાદ કરવામાં આવી છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે.
સંસદ ટીવીની યુટ્યુબ ચેનલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનશોટ માં લખ્યું છે કે, ‘આ એકાઉન્ટને YouTubeના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે અક્ષમ કરવામાં આવ્યું છે.’ જોકે, તે જાણી શકાયું નથી કે, કઈ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અથવા કયા આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મંગળવારે સવારે ચેનલ ખોલવા પર લખ્યું હતું કે, ‘આ પેજ ઉપલબ્ધ નથી. આ માટે માફી. બીજું કંઈક શોધવાનો પ્રયત્ન કરો.’ આ ઉપરાંત, ‘404 એરર’ પણ દેખાડી રહી હતી.
YouTubeની કોમ્યૂનીટી ગાઈડલાઈન અનુસાર, આ માર્ગદર્શિકા બધા વપરાશકર્તાઓ માટે અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તમામ પ્રકારની સામગ્રી માટે સમાન છે. આમાં વિડિયો, વીડિયો પરની ટિપ્પણીઓ, થંબનેલ્સ, લિંક્સ અને વર્ણનમાં જતી સામગ્રીનો સમાવેશ થાય છે. YouTube પાસે મશીનરી અને મેન્યુઅલ ટીમનું સંયોજન છે. જે YouTube દ્વારા ઉપરોક્ત તમામ માર્ગદર્શિકાઓને અમલમાં મૂકે છે અને તેનું નિરીક્ષણ કરે છે. પ્લેટફોર્મે સમુદાય માટે સલામત, મૈત્રીપૂર્ણ વાતાવરણની ખાતરી કરવા માટે આ માર્ગદર્શિકાનું લેઆઉટ તૈયાર કર્યું છે.
Published On - 2:11 pm, Tue, 15 February 22