Parliament Budget Session 2022 Live Highlights: પીએમ મોદીએ કોંગ્રેસ, નેહરુ, વંશવાદ પર કર્યા આકરા પ્રહારો, સંસદમાં કહ્યું- કેટલાક લોકોનો ઈતિહાસ માત્ર પરિવાર પૂરતો જ સીમિત

|

Feb 08, 2022 | 1:12 PM

Parliament Budget Session 2022 Live updates : રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકો મહામારીના આ સમયમાં ભારતની પ્રગતિ વિશે સવાલ ઉઠાવતા રહ્યા પણ ભારતે સુનિશ્ચિત કર્યુ કે 80 કરોડ નાગરિકોને ફ્રીમાં રાશન મળે. તે પણ સુનિશ્ચિત કર્યુ કે ગરીબો માટે રેકોર્ડ ઘર બનાવવામાં આવે અને આ ઘર પાણીના કનેક્શનથી સજ્જ હોય.

Parliament Budget Session 2022 Live Highlights: પીએમ મોદીએ કોંગ્રેસ, નેહરુ, વંશવાદ પર કર્યા આકરા પ્રહારો, સંસદમાં કહ્યું- કેટલાક લોકોનો ઈતિહાસ માત્ર પરિવાર પૂરતો જ સીમિત
PM Narendra Modi

Follow us on

Parliament Budget Session 2022 Live updates : રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકો મહામારીના આ સમયમાં ભારતની પ્રગતિ વિશે સવાલ ઉઠાવતા રહ્યા પણ ભારતે સુનિશ્ચિત કર્યુ કે 80 કરોડ નાગરિકોને ફ્રીમાં રાશન મળે. તે પણ સુનિશ્ચિત કર્યુ કે ગરીબો માટે રેકોર્ડ ઘર બનાવવામાં આવે અને આ ઘર પાણીના કનેક્શનથી સજ્જ હોય.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Feb 2022 01:10 PM (IST)

    અર્બન નક્સલની જાળમાં ફસાઈ કોંગ્રેસ- વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે ભાજપ ઈતિહાસ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ અર્બન નક્સલની જાળમાં ફસાઈ ગઈ છે. નક્સલવાદીઓએ તેની આખી વિચારસરણી કબજે કરી લીધી. નક્સલવાદીઓએ તેમની દુર્દશાનો ફાયદો ઉઠાવીને તેમના મન પર કબજો જમાવી લીધો છે.

  • 08 Feb 2022 12:58 PM (IST)

    વડાપ્રધાન મોદીએ સ્વર કોકિલા લતા મંગેશકરને કર્યા યાદ

    વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં લતાજીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું તે લતાજીનો પરિવાર ગોવાથી છે. લતાજીના ભાઈને ઓલ ઈન્ડિયા રેડિયોમાંથી કાઢી મુક્યા હતા. વીર સાવરકર પર પ્રોગ્રામના કારણે ઓલ ઈન્ડિયામાંથી કાઢી મુકવામાં આવ્યા.


  • 08 Feb 2022 12:51 PM (IST)

    ભારતની આઝાદીના 15 વર્ષ બાદ ગોવા આઝાદ થયું: PM Modi

    રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે જવાહરલાલ નેહરૂએ ગોવાને મદદ કરવાની ના પાડી હતી. ગોવાને ગુલામ રહેવું પડ્યું. ભારતની આઝાદીના 15 વર્ષ બાદ ગોવા આઝાદ થયું.

  • 08 Feb 2022 12:48 PM (IST)

    રસી સામે ઝુંબેશ ચલાવવામાં આવી – વડાપ્રધાન મોદી

    છેલ્લા બે વર્ષમાં કેટલીક પાર્ટીના મોટા નેતાઓ દ્વારા બતાવવામાં આવેલી અપરિપક્વતાએ દેશને ખૂબ જ નિરાશ કર્યો છે. અમે જોયું કે કેવી રીતે રાજકીય રમતો રમાઈ છે, કોરોના રસી સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

  • 08 Feb 2022 12:45 PM (IST)

    કોંગ્રેસનું નવું નામ ‘ફેડરેશન ઓફ કોંગ્રેસ’: વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં કહ્યું કે કોંગ્રેસનું નવું નામ ‘ફેડરેશન ઓફ કોંગ્રેસ‘ છે. કોંગ્રેસ ના હોતી તો જાતિવાદ નહોત, કોંગ્રેસ ના હોતી તો લોકશાહી પરિવારવાદ મુક્ત હોતી.

  • 08 Feb 2022 12:43 PM (IST)

    કોરોના પ્રતિબંધ ખોલ્યા બાદ ભરતી બમણી થઈ છે: PM મોદી

    વર્ષ 2021માં એક કરોડ 20 લાખ નવા EPFOs પેરોલમાં જોડાયા, જેમાંથી 60-65 લાખ 18 થી 25 વર્ષની વય જૂથના છે. રિપોર્ટ જણાવે છે કે કોરોના પહેલાની તુલનામાં કોવિડ પ્રતિબંધ ખુલ્યા બાદ ભરતી બમણી થઈ છે.

  • 08 Feb 2022 12:32 PM (IST)

    કોંગ્રેસ ન હોત તો લોકશાહી પરિવારવાદથી મુક્ત હોત: PM Modi

    રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકશાહી અને ચર્ચા ભારતમાં સદીઓથી ચાલી રહી છે અને કોંગ્રેસની પરેશાની એ છે કે પરિવારવાદથી વધારે આગળ કંઈ વિચાર્યુ નથી. ભારતની લોકશાહીને સૌથી વધારે ખતરો પરિવારવાદ વાળી પાર્ટીઓથી છે. મહાત્મા ગાંધીની ઈચ્છા અનુસાર જો કોંગ્રેસ ના હોતી તો આજે લોકશાહી પરિવારવાદથી મુક્ત હોત, જો કોંગ્રેસ ના હોત તો ઈમરજન્સીનું કલંક ના હોત.

  • 08 Feb 2022 12:26 PM (IST)

    કોરોનાકાળમાં યુવાનોએ દેશને ગૌરવ અપાવ્યું: PM મોદી

    રાજ્યસભામાં વડાપ્રધાને કહ્યું કે આ મહામારી દરમિયાન આપણા દેશના યુવાઓએ પોતાની ઓળખ બનાવી દેશને ગૌરવ અપાવ્યું. આપણા યુવાઓએ રમતના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી અને મહામારીના કારણે પોતાના પ્રદર્શનને પ્રભાવિત ના થવા દીધું અને દેશનું નામ રોશન કર્યુ.

  • 08 Feb 2022 12:24 PM (IST)

    અમે ફ્રી ટેસ્ટ સહિત સારી પ્રાથમિક હેલ્થકેર સુવિધા આપી રહ્યા છે: વડાપ્રધાન મોદી

    રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત હેઠળ દેશમાં 80 હજારથી વધારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આજે કાર્યરત છે. આ સેન્ટર ગામડા અને ઘરની પાસે જ ફ્રી ટેસ્ટ સહિત પ્રાથમિક હેલ્થકેર સુવિધા આપી રહ્યા છે.

  • 08 Feb 2022 12:20 PM (IST)

    કોરોના વિશે રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના એક વૈશ્ચિક મહામારી છે. છેલ્લા 100 વર્ષમાં આટલું ગંભીર સંકટ દુનિયાએ જોયું નથી. આજે 130 કરોડ ભારતવાસીઓ માટે કોરોના જ્યારે શરૂ થયો તો ખુબ જ ચિંતાનો વિષય હતો કે ભારતનું શું થશે પણ આપણા દેશના લોકોનો સંકલ્પ છે કે પુરા વિશ્વમાં આપણા દેશના વખાણ થઈ રહ્યા છે. આ સિદ્ધી દેશવાસીઓની છે.

  • 08 Feb 2022 12:17 PM (IST)

    આ ખુબ જ મહત્વપૂર્ણ સમય: PM Modi

    રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યારે આપણે દેશને ક્યા લઈ જવાનો છે, કેવી રીતે લઈ જવાનો છે, તેના માટે આ ખુબ જ મહત્વપૂર્ણ સમય છે.

  • 08 Feb 2022 12:15 PM (IST)

    80 કરોડ નાગરિકોને મફતમાં રાશન: PM Modi

    રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકો મહામારીના આ સમયમાં ભારતની પ્રગતિ વિશે સવાલ ઉઠાવતા રહ્યા પણ ભારતે સુનિશ્ચિત કર્યુ કે 80 કરોડ નાગરિકોને ફ્રીમાં રાશન મળે.

Published On - 12:10 pm, Tue, 8 February 22