15 શૂટર્સ, 40 સાક્ષી અને CCTV ફૂટેજ, મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસની ચાર્જશીટ

|

Aug 18, 2022 | 2:33 PM

આ ચાર્જશીટમાં 40થી વધુ લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ મામલામાં માનસા પોલીસે (Panjab Police) પહેલા મનપ્રીત નામના આરોપીની દેહરાદૂનથી ધરપકડ કરી હતી. બાદમાં પૂછપરછના આધારે એક પછી એક ધરપકડ કરવામાં આવી હતી.

15 શૂટર્સ, 40 સાક્ષી અને CCTV ફૂટેજ, મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસની ચાર્જશીટ
sidhu moosewala
Image Credit source: File Photo

Follow us on

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા (Sidhu moosewala)ની હત્યા કેસમાં પંજાબ માનસા પોલીસ (Panjab Police)ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ ચાર્જશીટમાં લગભગ 15થી વધુ આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં શૂટર્સ, હત્યામાં સામેલ અન્ય આરોપીઓ અને માસ્ટરમાઇન્ડ સામેલ છે. લૌરેશ વિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા, મનમોહન મોહના જેવા કુખ્યાત નામ એફઆઈઆરમાં સામેલ છે. આ ચાર્જશીટમાં 40થી વધુ લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ મામલામાં માનસા પોલીસે પહેલા મનપ્રીત નામના આરોપીની દેહરાદૂનથી ધરપકડ કરી હતી. બાદમાં પૂછપરછના આધારે એક પછી એક ધરપકડ કરવામાં આવી હતી.

દીપક ટીનુ, સંદીપ કેકડા, અંકિત સિરસા, પ્રિયવ્રત ફૌજી, સચિન ભિવાની, કેશવ, કશિશ, એનકાઉંટરમાં માર્યો ગયેલ મનપ્રીત મનુ, જગરૂપ રૂપા, ફરાર શૂટર્સ દીપક મુંડી, મનપ્રીત ભાઉ અને હત્યાના કાવતરામાં સામેલ અન્ય લોકો દિલ્હી, પંજાબની જેલમાં બંધ, અન્ય આરોપીઓના નામ પણ સામેલ છે.

40 સાક્ષીઓના આધારે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે

40 થી વધુ સાક્ષીઓમાં તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓ, મુસેવાલાનું પોસ્ટમોર્ટમ કરાવનાર ડોક્ટર, તેના થારમાં બે પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ કે જેમને મુસેવાલા સાથે ઘટના સમયે ગોળી વાગી હતી, તેના પિતા અને અન્ય પરિવારના સભ્યોના નિવેદનોનો સમાવેશ થાય છે. મુસેવાલાના પરિવારજનો, મુસેવાલાની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓના નિવેદન, ફોરેન્સિક ટીમના સભ્યોના નિવેદન, ઘટના સમયે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓના નિવેદન સામેલ છે. આ સિવાય શૂટર્સ અને અન્ય આરોપીઓએ જ્યાં પણ આશ્રય લીધો હતો, ત્યાં આશ્રયસ્થાન અથવા હોટેલ સ્ટાફના નિવેદનને આ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ચાર્જશીટમાં પંજાબ પોલીસ પાસે પુરાવા

આ ચાર્જશીટમાં પુરાવા તરીકે ફોરેન્સિક રિપોર્ટ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, જપ્ત કરાયેલા હથિયાર, જપ્ત કરાયેલા કારતૂસ, વાહનો, લોહીના નમૂના, આરોપીઓના મેડિકલ સેમ્પલ, ઘટના સ્થળના ઘણા સીસીટીવી, આ સિવાય હોટલના કેટલાક સીસીટીવી ફૂટેજ જ્યાં શૂટરો રોકાયા, તે પણ આપવામાં આવ્યા છે.

મુસેવાલાના શરીર પર 25 ગોળીઓના હતા નિશાન

પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાની મે 2022માં હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. મુસેવાલા તેમના થાર ગાડીમાં બે સહયોગીઓ સાથે હાજર હતા ત્યારે હુમલાખોરોએ તેમને સામેથી ગોળી મારી હતી. ઓટોપ્સી રિપોર્ટ અનુસાર તેના શરીર પર 25 ગોળીઓના નિશાન હતા. લોરેન બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ પર તેની હત્યાનો આરોપ છે. હવે ચાર્જશીટ દાખલ થયા બાદ જ વધુ માહિતી બહાર આવશે.

Published On - 2:20 pm, Thu, 18 August 22

Next Article