Breaking News: PAN-Aadhaar લિંક કરવા માટેની સમય મર્યાદામાં કરાયો વધારો, વાંચો કઈ આવી નવી તારીખ

|

Mar 28, 2023 | 3:40 PM

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ થવાથી અનલિંક PAN નિષ્ક્રિય થઈ જશે. જેમણે હજુ સુધી તેમના પાન કાર્ડને તેમના આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓએ પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ.

Breaking News: PAN-Aadhaar લિંક કરવા માટેની સમય મર્યાદામાં કરાયો વધારો, વાંચો કઈ આવી નવી તારીખ
PAN Aadhaar Link Updates

Follow us on

ઘણા સમયથી સરકાર દ્વારા લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે PAN અને Aadhaar ને લિંક કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. હવે પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવવા માટે 30 જૂન 2023 સુધીની સમયમર્યાદામાં વધારો કર્યો છે. જો સરકારના આ નિર્ણય હેઠળ PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 હતી. જે વધારીને હવે 30 જૂન 2023 કરવામાં આવી છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

 

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરી લંબાવવામાં આવી છે. આ કામ કરવા માટે અગાઉ 31 માર્ચ 2023ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તેને ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાન કાર્ડ અને આધાર કાર્ડને 30 જૂન 2023 સુધી લિંક કરી શકાશે. નાણા મંત્રાલય દ્વારા પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ વધારવાના નિર્ણય બાદ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો તમે નવી નિયત તારીખ એટલે કે 30 જૂન 2023 સુધીમાં આ કામ કરવામાં નિષ્ફળ રહેશો તો તમારું પાન કાર્ડ કોઈ કામનું રહેશે નહીં.

આ અંગેની માહિતી આવકવેરા વિભાગ દ્વારા પણ ટ્વિટર દ્વારા શેર કરવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ મહત્વપૂર્ણ કામ માટે કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. અગાઉ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવાના ત્રણ દિવસ પહેલા કરદાતાઓને આ રાહત આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પાન કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે, જે તમારા કોઈપણ નાણાકીય કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Published On - 3:13 pm, Tue, 28 March 23

Next Article