પાકિસ્તાનની નવી ચાલ, મહિલાને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાઈ રહી છે ઘૂષણખોરી, LOC પાર કરનારી મહિલાને કરાઈ ઠાર

|

Dec 13, 2021 | 2:46 PM

આરએસપુરા વિસ્તારમાં સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા મહિલા ઘૂસણખોરની ઓળખ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનની નવી ચાલ, મહિલાને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાઈ રહી છે ઘૂષણખોરી, LOC પાર કરનારી મહિલાને કરાઈ ઠાર
India-Pakistan international border (symbolic image)

Follow us on

આરએસપુરા વિસ્તારમાં (RSPura area) સેનાએ એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરને (Pakistani infiltrators) ઠાર મારી છે. આ સાથે જ આરએસપુરા વિસ્તારમાં સૈન્યે સર્ચ ઓપરેશન (Search operation) શરૂ કર્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદ પારથી કેટલાક લોકોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ (Patrolling) કરી રહેલા સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ નજરે પડતા, તેમને ચેતવણી આપી હતી. પરંતુ ઘુસણખોરોએ તેની અવગણના કરી હતી.

જ્યારે ઘૂસણખોરો ભારતીય વિસ્તારમાં પહોંચ્યા તો સૈનિકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ભાગવા લાગ્યા. દરમિયાન ગોળી વાગવાથી એકનું મોત થયું હતું. સર્ચ ઓપરેશન પછી જાણવા મળ્યું કે ઘુસણખોરી કરતા ગોળીથી ઠાર થયેલ એક મહિલા હતી. એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.

બીએસએફના પ્રવક્તાએ (BSF spokesperson) જણાવ્યું કે આરએસપુરા સેક્ટરમાં એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર કરવામાં આવી છે. બીએસએફના (BSF) જવાનોએ શંકાસ્પદ હિલચાલ બાદ ઘૂસણખોરને ઘણી વખત ભારતીય સરહદ પાર ના કરવા ચેતવણી આપી હતી, પરંતુ તેમણે ફેન્સીંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. સૈન્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ડીજીપીએ કહ્યું, કેટલાક પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં ઘૂસ્યા, ટૂંક સમયમાં ખતમ થઈ જશે
પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમની શોધ કરીને ટૂંક સમયમાં કાશ્મીરમાં ઠાર મારવામાં આવશે. DGP દિલબાગ સિંહ શનિવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બે પોલીસ કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા શનિવારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

તેમની સાથે આઈજીપી કાશ્મીર રેન્જ વિજય કુમાર, ડીઆઈજી એનકેઆર, પોલીસ, આર્મી અને સીઆરપીએફના અન્ય અધિકારીઓ પણ હતા. સોપોરના ડ્રાઈવર મોહમ્મદ સુલતાન અને લોલપુરા લોલાબ કુપવાડાના ફૈયાઝ અહેમદ આતંકી હુમલામાં શહીદ થયા હતા.

ડીજીપીએ કહ્યું કે પોલીસ લોકોની સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સેના અને અર્ધલશ્કરી દળો સાથે સંકલનમાં રહીને કામ કરે છે. જેના કારણે આતંકવાદીઓ પોલીસને નિશાન બનાવવાની કોશિશ કરતા રહે છે. બાંદીપોરા હુમલા અંગે તેમણે કહ્યું કે હુમલા સાથે જોડાયેલા કેટલાક સગડ મળ્યા છે, જેના પર પોલીસ કામ કરી રહી છે.

ટૂંક સમયમાં હુમલાખોરોનો અંત લાવવામાં આવશે. ઉત્તર કાશ્મીરમાં કેટલા આતંકવાદીઓ કાર્યરત છે તેવા સવાલના જવાબમાં ડીજીપીએ કહ્યું કે ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા વધારે નથી. ડીજીપીએ કહ્યું કે ઉત્તર કાશ્મીરમાં સતત ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ

PAK vs WI સીરિઝની પ્રેસ કોન્ફરન્સમાં બાબર આઝમને પુછવામાં આવ્યા વિરાટ કોહલીના સવાલો, જાણો શું કહ્યું બાબર આઝમે

Next Article