પાકિસ્તાન દર વર્ષે 5 ફેબ્રુઆરીએ કાશ્મીર સોલિડેરિટી ડે ઉજવે છે. આ દિવસે સમગ્ર પાકિસ્તાનમાં જાહેર રજા હોય છે. તેને ધ્યાનમાં રાખીને દેશમાં મોટા પાયે રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં રાજકીય ઉથલપાથલ, આતંકવાદી હુમલા, ભૂખમરો અને ગરીબીથી પીડાઈ રહ્યું છે. પોતાનો દેશ સંભાળી નથી શકતા અને પાકિસ્તાનને કોઈપણ કિંમતે કાશ્મીરની જોઈએ છે. કાશ્મીરને લઈને પાકિસ્તાન દરરોજ નવા ષડયંત્ર રચે છે. હવે તેણે કાશ્મીર વિરોધ પર એક નવી ટૂલકિટ બહાર પાડી છે. પાકિસ્તાન 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ ઉજવશે. તેને ધ્યાનમાં રાખીને દેશમાં મોટા પાયે રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
પાકિસ્તાનના ધાર્મિક અને રાજકીય જૂથો દિવસની ઉજવણી માટે સરઘસો, રેલીઓ, પરિષદો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે. લાહોરમાં, જમાત-એ-ઇસ્લામી (JI) પાર્ટી બપોરે 1 વાગ્યે લિબર્ટી ચોકથી પંજાબ એસેમ્બલી હોલ સુધી કૂચ કરશે. પીઓકેમાં જમાત-એ-ઇસ્લામીના કાર્યકરો વિસ્તારમાં અને બહારના મુખ્ય માર્ગો પર માનવ સાંકળ બનાવશે.
આ પણ વાચો: Pakistan Petrol Crisis: પાકિસ્તાનમાં પેટ્રોલ થયુ ખાલી, ઓઈલ કંપનીઓએ શાહબાઝને આપી ચેતવણી
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પ્રેસ ક્લબ, સાર્વજનિક ચોક, મુખ્ય મસ્જિદો, મુખ્ય રસ્તાઓ, યુનિવર્સિટી કેમ્પસ અને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની નજીક અન્ય રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા રેલીઓ યોજવાની સંભાવના છે.
દેશની શાહબાઝ સરકારે IMFની શરત પૂરી કરવા માટે ડોલરની મર્યાદા હટાવી દીધી. પરિણામે રૂપિયો ઘટીને 276.58ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો. પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) અને ઉર્જા મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલ કંપની એડવાઇઝરી કાઉન્સિલ (OCAC)એ કહ્યું છે કે રૂપિયાના ભાવમાં અચાનક ઘટાડો થવાથી ઉદ્યોગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
પાકિસ્તાનની રૂપિયો ઝડપથી ઘટી રહ્યો છે. જેના કારણે આયાતી માલના ભાવ વધી ગયો છે. પાકિસ્તાનના આયાત બિલનો મોટો હિસ્સો એનર્જીનો છે. પાકિસ્તાન સામાન્ય રીતે આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગ પૂરી કરે છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી એનર્જી ઘણી મોંઘી થઈ ગઈ છે.
તાજેતરમાં જ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 ટકા સુધીનો વધારો થયો છે. દેશમાં અત્યારે પેટ્રોલ 250 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ પેટ્રોલ જ નથી. આવી સ્થિતિમાં આવનારા દિવસો ઘણા કપરા સાબિત થઈ શકે છે.