Seema Haidar: સીમા હૈદર સચિનનું ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા લાગી, પતિ અને સાસરિયાઓથી બનાવી દૂરી

સીમા હૈદરની UP ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સીમા હૈદર વિઝા અને પાસપોર્ટ વગર જ નેપાળ થઈને ભારત આવી હતી. આ અંગે સીમા હૈદર પર અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. કેટલાક લોકો કહી રહ્યા હતા કે સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસ છે.

Seema Haidar: સીમા હૈદર સચિનનું ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા લાગી, પતિ અને સાસરિયાઓથી બનાવી દૂરી
Seema Haider - Sachin
| Edited By: | Updated on: Jul 27, 2023 | 5:24 PM

પાકિસ્તાનથી (Pakistan) ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) હાલમાં ચર્ચામાં છે અને તેના વિશે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સચિન સાથે ગ્રેટર નોઈડામાં રહેતી સીમા હૈદર તેનાથી દૂર થઈ ગઈ છે. સીમા હૈદરે તેના પ્રેમી સચિનનું ઘર છોડી દીધું છે. તે હવે સચિનનું ઘર છોડીને ગામમાં બીજા ઘરમાં રહે છે. આ ઘર બીજા કોઈનું નથી પરંતુ સચિનના જાણીતા વ્યક્તિનું છે. સીમાએ પોતાની જાતને સચિન તેમજ તેના સસરા અને પરિવારના સભ્યોથી દૂર કર્યા છે.

સીમા હૈદર સચિનના ઘરથી દૂર ચાલી ગઈ

મીડિયા અને લોકોની ભીડને કારણે સીમા હૈદર સચિનના ઘરથી દૂર ચાલી ગઈ છે. કારણ કે સચિનના ઘરે લોકો સીમા હૈદર સાથે ફોટો લેવા માટે ભેગા થતા હતા. આ બાબતને લઈને સીમા સહિત પરિવારના બાકીના લોકો ચિંતિત હતા. હવે જ્યારે સીમા હૈદર સચિનના ઘરથી દૂર છે ત્યારે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. કારણ કે લોકો સચિનના ઘરે સીમા હૈદરને મળવા જઈ રહ્યા છે, પરંતુ તેઓને ત્યા સીમા મળી નથી રહી.

એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી

સીમા હૈદરની UP ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સીમા હૈદર વિઝા અને પાસપોર્ટ વગર જ નેપાળ થઈને ભારત આવી હતી. આ અંગે સીમા હૈદર પર અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. કેટલાક લોકો કહી રહ્યા હતા કે સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસ છે. આ કારણે UP ATSએ સીમા હૈદરની અનેક વખત પૂછપરછ કરી છે. જોકે, યુપી એટીએસની પૂછપરછ દરમિયાન સીમા હૈદર જાસૂસ હોવા સાથે કોઈ કનેક્શન સામે આવ્યું નથી.

આ પણ વાંચો : Pakistan News: અંજુ 5 સ્ટાર હોટલમાં ચિકન હાંડી અને કબાબ ખાતી નજરે પડી, પોલીસ સુરક્ષા હેઠળ નસરુલ્લા સાથે ડિનર

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી આ દિવસોમાં ચર્ચામાં છે. સીમા હૈદર કહે છે કે તેને હિન્દુ ધર્મમાં રહેવું વધુ ગમે છે. એટલા માટે તે ભારત આવ્યા બાદ સાડી પહેરે છે. માંગમાં સિંદૂર પણ લગાવે છે. રોજ સવારે તે ઘરમાં પૂજા પણ કરે છે.

સીમા હૈદરની રીલ્સ વાયરલ થઈ રહી છે

સીમા હૈદર છેલ્લા ઘણા મહિનાઓથી મીડિયામાં ઘણા ઇન્ટરવ્યુ પણ આપી રહી હતી. આ દરમિયાન સીમા હૈદરે મીડિયામાં પોતાની લવ સ્ટોરીના ઘણા ખુલાસા પણ કર્યા હતા. સીમા હૈદરની ઇન્સ્ટાગ્રામ રીલ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં સીમા હૈદર તેના પ્રેમી સચિન અને બાળકો સાથે બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો