પાકિસ્તાનની નીકળી ગઈ અકડાઈ, ભારતે નોટીસ મોકલતા જ થઈ ગયુ સીધુદોર – કહ્યું દિલ્લી કહેશે તે સાંભળીશુ

|

Apr 07, 2023 | 7:07 AM

ભારત અને પાકિસ્તાને નવ વર્ષની વાટાઘાટો બાદ 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પર હસ્તાક્ષર કરનારાઓમાં બન્ને દેશ ઉપરાંત વિશ્વ બેંક પણ સામેલ હતી. ભારતે પાકિસ્તાનને સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે, ગત 25 જાન્યુઆરીએ નોટિસ મોકલી હતી.

પાકિસ્તાનની નીકળી ગઈ અકડાઈ, ભારતે નોટીસ મોકલતા જ થઈ ગયુ સીધુદોર - કહ્યું દિલ્લી કહેશે તે સાંભળીશુ
Indus River

Follow us on

ભારતે ફરી એકવાર પાકિસ્તાનના અભિમાનને ચકનાચૂર કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે, પાકિસ્તાને 62 વર્ષ જૂની સિંધુ જળ સંધિની સમીક્ષા અને સંશોધનને લઈને બે મહિના પહેલા મોકલેલી નોટિસનો જવાબ આપ્યો છે. બાગચીએ કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે 3 એપ્રિલે એક પત્ર મોકલ્યો છે, જે સિંધુ જળ કમિશનરે તેમના ભારતીય સમકક્ષને લખ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે અમે આ પત્રની તપાસ કરી રહ્યા છીએ અને અમારા પક્ષકારો સાથે ચર્ચા કરીશું.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાને નવ વર્ષની વાટાઘાટો બાદ 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પર હસ્તાક્ષર કરનારાઓમાં વિશ્વ બેંક પણ સામેલ હતી. ભારતે તેમને સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે 25 જાન્યુઆરીએ નોટિસ મોકલી હતી.

સિંધુ જળ સંધિ પર ભારતના પત્રનો જવાબ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે પુષ્ટિ કરી કે તેણે સિંધુ જળ સંધિ પર ભારતના પત્રનો જવાબ આપ્યો છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન સંધિને લાગુ કરવા અને તેની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, તેણે પોતાના પત્રમાં કહ્યું છે કે આ સંધિને લઈને ભારતને જે પણ ચિંતા છે, તે તેના પર ધ્યાન આપવા તૈયાર છે.

શ્વેતાની લાડલી Palak Tiwari નો વેકેશન લુક વાયરલ, જુઓ Photos
High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય
સુરતથી માત્ર 2 કલાકમાં પહોંચાશે ભાવનગર, ગુજરાતના દરિયામાં બનશે બ્રિજ, જુઓ
શિયાળામાં હોઠ ફાટતા હોય તો આ નુસખો અજમાવો

ભારત પાણીનો ઉપયોગ કરી શકે છે

આ સંધિ અનુસાર, ભારત સિંધુ નદીઓના પાણીનો ઉપયોગ કોઈપણ પ્રતિબંધ વિના કરી શકે છે. ભારત સંબંધિત જોગવાઈઓ હેઠળ, તેને (ભારત) રાવી, સતલજ અને બિયાસ નદીઓના પાણીના વહન, વીજળી અને કૃષિ માટે ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Pakistan Economic Crisis: આર્થિક સંકટની અસર નૌકાદળ પર જોવા મળી, સબમરીનની હાલત હાડપિંજર જેવી થઈ, પાકિસ્તાને ગ્રીસ પાસે માંગી મદદ

પાકિસ્તાન પોતાના સ્ટેન્ડ પર અડગ હતું

એવું માનવામાં આવે છે કે કિશનગંગા અને રાતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત મુદ્દા પર મતભેદોના નિરાકરણ પર પાકિસ્તાનના જિદ્દી વલણને ધ્યાનમાં રાખીને ભારતે આ નોટિસ મોકલી છે. ભારતે સિંધુ જળ સંધિની કલમ 12 (3)ની જોગવાઈઓ હેઠળ આ નોટિસ મોકલી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 7:07 am, Fri, 7 April 23

Next Article