Painfuel Increase અમૂલ પણ તેના નવા ટોપિકલ સાથે ફ્યુલના વધતાં ભાવની ચર્ચામાં જોડાયું

|

Feb 19, 2021 | 7:47 PM

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર કટાક્ષ કરતાં Amul ગર્લે  કાર્ટૂનમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે.

Painfuel Increase અમૂલ પણ તેના નવા ટોપિકલ સાથે ફ્યુલના વધતાં ભાવની ચર્ચામાં જોડાયું

Follow us on

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ -ડીઝલના ભાવને લઇને હવે Amul પણ તેના ટોપિકલમાં પેનફૂલ શબ્દ સાથે તેની ચર્ચામાં જોડાયું છે. જેમાં દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા લિટરે પહોંચ્યો છે. તેવા સમયે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર કટાક્ષ કરતાં Amul ગર્લે  કાર્ટૂનમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે. તેમજ કારમાં પેટ્રોલ પુરતી વખતે ચિંતાનો ભાવ પર તેના ચહેરા પર જોવા મળી રહ્યો છે.

દેશમાં ઈંધણના ભાવમાં સતત 11 મા દિવસે વધારો થયો છે. જેમાં દિલ્હીમાં પેટ્રોલ 90 રૂપિયાના આંકને વટાવી ગયું છે. દેશ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારાને કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાને લઈને કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ પાર્ટી પણ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય ચીજોની વધતી કિંમતો પર આમ આદમી પાર્ટી (આપ) ના નેતા રામસિંહ એ કહ્યું કે, જો કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઈ પગલા ન લીધા તો આંદોલન કરવામાં આવશે.

Next Article