Odisha Train Accident પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી સહિત અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો, વાંચો કોણે શું Tweet કર્યુ

ઓડિશામાં ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 233 થી વધુ લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Odisha Train Accident પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી સહિત અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો, વાંચો કોણે શું Tweet કર્યુ
Odisha train accident
| Edited By: | Updated on: Jun 03, 2023 | 9:15 AM

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ઓડિશામાં, કોરોમંડલ એક્સપ્રેસ (12841-અપ) બહંગા સ્ટેશનથી બે કિમી દૂર પનપના પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ પછી દુર્ઘટના સ્થળે બીજી ટ્રેનનો અકસ્માત થયો હતો. ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષણવ અને ઓડિસા સીએમ નવીન પટનાયક પણ ત્યાં પહોચ્યા છે અને ઘટનાનો તાગ મેળવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ઓડિશામાં ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 233 થી વધુ લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી, રેલવે મંત્રી સહિત અનેક નેતાઓએ આ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઍમણે કિધુ હતુ કે ઓડિશાના બાલાસોરમાં એક કમનસીબ ટ્રેન અકસ્માતમાં જાનહાનિ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. મારું હૃદય શોકગ્રસ્ત પરિવારો માટે સહન કરે છે. હું બચાવ કાર્યમાં સફળતા અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

અમિત શાહએ કર્યુ ટ્વીટ

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. NDRFની ટીમો પહેલાથી જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે, અને અન્ય ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાવા માટે દોડી રહી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

હું ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. NDRF, રાજ્ય સરકારની ટીમો અને એરફોર્સ પણ રાહત કાર્યમાં જોડાયા છે.

સીએમ મમતા સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે

મમતા બેનર્જીએ કહ્યું કે અમે ઓડિશા સરકાર અને રેલ્વે અધિકારીઓને સહકાર આપવા અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 5-6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે મોકલી રહ્યા છીએ. મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો