દેશમાં આગામી 2024 માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને (BJP) હરાવવા માટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિત 25થી વધુ પાર્ટીઓ એક મંચ પર આવી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ તમામ પક્ષોની બેઠક ચાલી રહી છે. આ બેઠકના બીજા દિવસે એટલે કે આજે મહાગઠબંધનના નામ પર મહોર લગાવવામાં આવી છે. NDA નો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને INDIA નામ આપ્યું છે.
INDIA ના નામના અર્થની જો વાત કરવામાં આવે તો I- ઈન્ડિયા, N- નેશનલ, D- ડેમોક્રેટિક, I- ઈન્ક્લુઝિવ અને A- એલાયન્સ છે. શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, 2024માં Team INDIA Vs Team NDA. Chak De, INDIA!
So 2024 will be
Team INDIA
Vs
Team NDAChak De, INDIA!
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 18, 2023
રાષ્ટ્રીય જનતા દળે ગઠબંધનના આ નામને ભારતનું પ્રતિબિંબ ગણાવ્યું છે. પાર્ટીએ ટ્વીટ કર્યું કે, હવે ભાજપને ઈન્ડિયા કહેવામાં પણ પીડા થશે. જણાવી દઈએ કે આજે બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં 26 પક્ષો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો : Breaking News: કોંગ્રેસ વડાપ્રધાન પદની રેસમાં નથી, વિપક્ષની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર, ઝારખંડના સીએમ હેમંત સોરેન આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. આ સિવાય સપા પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને અન્ય નાની પાર્ટીઓના નેતાઓ હાજર છે.
આ પહેલા 23 જૂને બિહારની રાજધાની પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ, TMC, AAP, CPI, CPI-M, RJD, JMM, NCP, શિવસેના (UBT), SP અને JDU સહિત 15 પાર્ટીઓએ ભાગ લીધો હતો.