Opposition Meeting: વિપક્ષની બેઠક પહેલા જ અરવિંદ કેજરીવાલે રાખી પોતાની વાત, કહ્યું- પહેલો એજન્ડા હશે વટહુકમ

|

Jun 20, 2023 | 3:56 PM

વિપક્ષની પટના બેઠકમાં આમ આદમી પાર્ટીને બોલાવવામાં આવી છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને લાગે છે કે બેઠકનો પહેલો એજન્ડા કેન્દ્રનો વટહુકમ હશે. આ દિલ્હીની અંદર લોકશાહીને ખતમ કરવા માટે છે.

Opposition Meeting: વિપક્ષની બેઠક પહેલા જ અરવિંદ કેજરીવાલે રાખી પોતાની વાત, કહ્યું- પહેલો એજન્ડા હશે વટહુકમ
Arvind Kejriwal

Follow us on

Opposition Meeting In Patna: બિહારની રાજધાની પટનામાં 23 જૂને વિપક્ષની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક 2024ની લોકસભા ચૂંટણી માટે વિરોધ પક્ષોને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કોંગ્રેસ પાર્ટીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની અપીલ કરી હતી. સીએમને લાગે છે કે દિલ્હીને લઈને કેન્દ્રના વટહુકમ પર બેઠકમાં ચર્ચા થવી જોઈએ. કેજરીવાલે કોંગ્રેસ (Congress) સહિત વિપક્ષી પાર્ટીઓ પાસેથી સમર્થન માંગ્યું છે.

આ વટહુકમ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં ગમે ત્યાં આવી શકે

વિપક્ષની પટના બેઠકમાં આમ આદમી પાર્ટીને બોલાવવામાં આવી છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને લાગે છે કે બેઠકનો પહેલો એજન્ડા કેન્દ્રનો વટહુકમ હશે. આ દિલ્હીની અંદર લોકશાહીને ખતમ કરવા માટે છે. તેમણે કહ્યું કે તેઓ મીટિંગમાં બંધારણની કોપી લઈ જશે અને દરેકને સમજાવશે કે દિલ્હી અડધુ રાજ્ય છે, તેથી એવું ન વિચારો કે અન્ય રાજ્યો માટે વટહુકમ નહીં આવે. આ વટહુકમ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં ગમે ત્યાં આવી શકે છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

23 જૂનની બેઠકમાં 17-18 પક્ષો હાજરી આપે તેવી ધારણા

બેઠકની તારીખ 23 જૂન નક્કી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પટનાની બેઠકમાં 17-18 વિપક્ષી દળો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ, JDU, RJD, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તમામ ડાબેરી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેનાના ઉદ્ધવ જૂથ, ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સહિત 17-18 વિરોધ પક્ષો બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ દરમિયાન ભાજપ વિરુદ્ધ 2024ની રણનીતિ, વિપક્ષી એકતા અને તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

 

 

આ પણ વાંચો : Gita Press Award Controversy: ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યુ- જયરામ રમેશની ટિપ્પણી કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે

વિપક્ષની બેઠક 12મી જૂને મળવાની હતી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી દળોને એક થવાની આશા સાથે પટનામાં બેઠક બોલાવી હતી. અગાઉ આ બેઠક 12 જૂને યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસ સહિત પાર્ટીના કેટલાક નેતાઓએ હાજરી આપવા અસમર્થતા દર્શાવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ વિદેશ પ્રવાસે હતા. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને પણ અંગત પ્રસંગોને કારણે બેઠક સ્થગિત કરવાની વિનંતી કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article