ગુજરાત કોંગ્રેસનું થશે નવસર્જન? રાહુલ ગાંધી સાથે સિનિયર નેતાઓની બેઠક, 26 ઓક્ટોબરે નવું માળખું જાહેર થવાની શક્યતા

|

Oct 22, 2021 | 5:03 PM

દિલ્લીમાં આજે વન-ટુ-વન બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથેની બેઠકો બાદ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.

DELHI : ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનું સૂત્ર હતું, “કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે” જો કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસનું જ નવસર્જન થાય તેવી શકયતા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. દિલ્લીમાં આજે વન-ટુ-વન બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથેની બેઠકો બાદ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.

હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી સાથે રાહુલ ગાંધીએ બેઠક પૂર્ણ કરી લીધી છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ બીજા નેતાઓ સાથે બેઠક કરી. રાહુલ ગાંધી ગુજરાતમાં આવનારું કોંગ્રેસનું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ, એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લઈ રહ્યા છે.આજે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહ્યાં.

છેલ્લા લગભગ એક વર્ષથી કોંગ્રેસના પ્રમુખ બદલવા માટેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર કોઇ નિષ્કર્ષ આવતો ન હતો.જેથી વારંવાર કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા અલગ અલગ માધ્યમો દ્વારા હાઈકમાન્ડને રજુઆત પહોંચાડી હતી.પરંતુ રાજસ્થાન અને પંજાબને કારણે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એમાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાત માટે નિર્ણય નહોતા લઈ શકતા હોવાનું પણ જણાઈ રહ્યું હતું.

આ પણ વાંચો : VADODARA : BJP કોર્પોરેટર નીતિન દોંગાને વિદેશના નંબર પરથી ફોન પર ધમકી મળી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી

Next Video