કેન્દ્ર સરકારે આજે કેબિનેટની બેઠકમાં વન રેન્ક વન પેન્શન (OROP) યોજનાના સુધારાને મંજૂરી આપી છે. લગભગ 25 લાખ સૈન્ય પેન્શન ધારકોને તેનો લાભ મળશે. સરકારે જણાવ્યું હતુ કે, સુધારેલ OROP યુદ્ધ વિધવાઓ અને વિકલાંગ પેન્શનરો સહિત પરિવારના પેન્શનરોને પણ લાભ આપશે. વન રેન્ક વન પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય ભારતના સશસ્ત્ર દળોના કર્મચારીઓ માટે સમાન સેવા અવધિ સાથે સમાન રેન્ક પર નિવૃત્ત થતા પેન્શનને સમાન બનાવવાનો છે. આ યોજનાની દિશામાં આજે સરકારે મહત્વના પગલા ભર્યા છે.
આજે સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અનુરાગ ઠાકુરે બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વન રેન્ક વન પેન્શનમાં સુધારો કરતી વખતે મોદી સરકારે તેમાં 25,13,002 સૈનિકોનું ધ્યાન રાખ્યું છે. જેના કારણે કેન્દ્ર સરકાર પર 8450 કરોડનો વધારાનો બોજ પડશે. આ દરમિયાન, સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, OROP માં આ સંશોધન યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે.
Cabinet approves next revision of pension of Defence Forces Personnel/family pensioner under One Rank One Pension (OROP)
The benefit of this will be extended to family pensioners including war widows & disabled pensioners: Union Minister @ianuragthakur #CabinetDecisions pic.twitter.com/61xGWGsiwd
— PIB India (@PIB_India) December 23, 2022
Union Cabinet, headed by PM Modi, approves the revision of pension of Armed Forces pensioners and family pensioners under One Rank One Pension (OROP) from July 1, 2019. pic.twitter.com/EpdzFg7KtY
— ANI (@ANI) December 23, 2022
OROP સુધારો 1 જુલાઈ, 2019 થી લાગુ કરવામાં આવ્યો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 30 જૂન, 2019 સુધી નિવૃત્ત સશસ્ત્ર દળોના કર્મચારીઓને આવરી લેવામાં આવશે. જુલાઈ 2019 થી જૂન 2022 સુધી 23,600 કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ચૂકવવામાં આવશે. સરકારે સુધારેલા OROP પર અંદાજિત વધારાના વાર્ષિક ખર્ચ રૂ. 8,450 કરોડની ગણતરી કરી છે, જેમાં 31 ટકા મોંઘવારી રાહતનો સમાવેશ થાય છે.
આ યોજના અનુસાર બાકીની રકમ 4 અર્ધવાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે. જો કે, વિશેષ કુટુંબ પેન્શનરો અને શૌર્ય પુરસ્કાર વિજેતાઓ સહિત તમામ કુટુંબ પેન્શનરોને બાકી રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, 1 જુલાઈ 2014થી સરકારે પેન્શન સમીક્ષા માટે નવેમ્બર 2015માં OROP લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સરકારે કહ્યુ હતુ કે ,તે દર 5 વર્ષે પેન્શન પર ફરીથી સમીક્ષા કરવામાં આવશે. આ યોજના હેઠળ 8 વર્ષમાં 7,123 કરોડ રૂપિયા પ્રતિ વર્ષનાં દરે અત્યાર સુધીમાં લગભગ 57,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
Published On - 11:26 pm, Fri, 23 December 22