કોરોનાની બીજી લહેરમાં એવું જોવામાં આવ્યું કે મોટી સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટમાં પણ દર્દીને કોવિડ છે કે નહીં તે જાણવા મળતુ ન હતુ. આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ દ્વારા દર્દીને કોવિડ છે કે નહીં તે જાણી શકાતુ હતુ. જો કે ડો.સંદીપ શર્માએ જણાવ્યું હતું કે હાલમાં જે પ્રકારની નવી વેરિઅન્ટ સિસ્ટમ છે, તેમાં કોઈપણ પ્રકારની HRCT ટેસ્ટ ટાળવાની જરૂર છે.
ડૉ. સંદીપ શર્માએ કહ્યું કે જો કોરોનાનો કોઈ પ્રકાર આવે છે અને કેસ હળવો છે તો HRCT ટેસ્ટની જરૂર નથી. જો તમને તાવ આવે છે તો તમારા ડૉક્ટર છાતીનો એક્સ-રે જોઈને જ કહી શકે છે કે રોગની સ્થિતિ શું છે, આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ કરાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે શક્ય છે કે આવનારા દિવસોમાં જો વાયરસ વધુ મ્યુટેશન કરે અને તેનું સ્વરૂપ બદલી નાખે તો એ જોવાનું રહેશે કે બદલાયેલા મ્યુટેશનમાં વાયરસ કેટલો ખતરનાક છે.
ડૉક્ટર સંદીપ શર્માએ કહ્યું કે કોવિડના પ્રોટોકોલનું પાલન કરો. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પાસે જાઓ. તેમણે કહ્યું કે લોકોએ અનુમાન પ્રમાણે જાતે કોઈ દવા ન લેવી જોઈએ. અત્યાર સુધી દેશમાં એવી કોઈ સ્થિતિ નથી આવી, જેમાં દર્દીને HRCTC ટેસ્ટની જરૂર હોવાનું જાણવા મળે. આવી સ્થિતિમાં ડરવા કરતાં વધુ સતર્ક રહેવું જરૂરી છે.
આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત
આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?