રાહતના સમાચાર : હવે માત્ર બે કલાકમાં ઓમિક્રોનનું પરીક્ષણ થશે, ICMRએ બનાવી 100 % પરિણામ આપતી ટેસ્ટ કીટ

|

Dec 12, 2021 | 6:27 AM

ઓમિક્રોન ટેસ્ટ કીટ સંપૂર્ણપણે ભારતમાં ખાનગી-સરકારી ભાગીદારી હેઠળ બનાવવામાં આવશે અને ICMR દ્વારા કોલકાતા સ્થિત GCC બાયોટેક સાથે કરાર કરવામાં આવ્યા છે.

રાહતના સમાચાર : હવે માત્ર બે કલાકમાં ઓમિક્રોનનું પરીક્ષણ થશે, ICMRએ બનાવી 100 % પરિણામ આપતી ટેસ્ટ કીટ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

હવે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને (Omicron) શોધવાનું વધુ સરળ બનશે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), દિબ્રુગઢ દ્વારા એક ટેસ્ટિંગ કીટ (Testing kit)તૈયાર કરી છે. જે માત્ર બે કલાકમાં જ ઓમિક્રોન વેરિયન્ટને (Omicron variant) શોધી કાઢશે. હાલમાં ઓમિક્રોન વેરિયન્ટની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing) કરવું પડે છે, જેમાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે.

વિશ્વભરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધતા જતા કેસની વચ્ચે, દરેક તેની ઝડપી તપાસને લઈને ચિંતિત હતા, પરંતુ ICMRના ઉત્તરપૂર્વમાં કાર્યરત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ તેને ઉકેલ શોધી કાઢ્યો છે. નોંધપાત્ર રીતે, ભારતમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે અને ઘણા શંકાસ્પદ દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ICMR વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ કીટ વિકસાવી છે અને ઓમિક્રોન વેરિયન્ટના ખાસ સિન્થેટિક જનીન ટુકડા પર તેનું પરીક્ષણ કર્યું છે અને પરિણામ 100 % સચોટ આવ્યું છે. ICMR વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે કિટનો વિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે હાલમાં તે વેરિયન્ટને શોધવા માટે લક્ષિત સિક્વન્સિંગ માટે 36 કલાક અને કુલ જીનોમ સિક્વન્સિંગ માટે 4 થી 5 દિવસનો સમય લે છે. ખાસ વાત એ છે કે દર્દીના સામાન્ય સ્વેબ સેમ્પલ પરથી તરત જ તેની ઓળખ થઈ જાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ કીટ સંપૂર્ણપણે ભારતમાં ખાનગી-સરકારી ભાગીદારી હેઠળ બનાવવામાં આવશે અને આ માટે ICMR દ્વારા કોલકાતા સ્થિત GCC બાયોટેકને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડમાં એક ત્રણ વર્ષનો બાળક પણ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયો છે. તે ચાર લોકોમાં સામેલ હતો જેમના નવા ફોર્મની શુક્રવારે પુષ્ટિ થઈ હતી.

રાહત: પૂણેમાં દોઢ વર્ષની બાળકી સ્વસ્થ થઈ
શનિવારે સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાંથી રાહતના સમાચાર છે કે દોઢ વર્ષની બાળકી ઓમિક્રોનથી સ્વસ્થ થઈને ઘરે ગઈ છે. આ છોકરીની કાકી નાઈજીરિયાથી પરત ફર્યા બાદ તેના ઘરે આવી હતી. જે બાદ તેના પિતા અને બહેનમાં પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી.

કેન્દ્રએ રાજ્યોને મોકલ્યો પત્ર, મોનિટરિંગ વધારવા સૂચના
કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલીને જિલ્લા સ્તરે કોરોના સર્વેલન્સ વધારવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં દસ રાજ્યોના 27 જિલ્લામાં કેસ વધ્યા બાદ સરકારે કડકાઈ વધારવાનું કહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં જણાવ્યું હતું કે, વધુ કેસ ધરાવતા વિસ્તારની ઓળખ કરીને ત્યાં દેખરેખના નિયમોને કડક બનાવવા જણાવ્યું છે.

જેમાં નાઇટ કર્ફ્યુ લાદવા, લગ્ન સમારોહ સહીતના સામાજીક કાર્યક્રમોમાં વધુ લોકોના ભાગ લેવા પર પ્રતિબંધ, એક જગ્યાએ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ જેવા પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. ભૂષણે કહ્યું, ત્રણ રાજ્યોના આઠ જિલ્લાઓમાં 10 ટકાથી વધુ ચેપ દર નોંધાયો છે. પાંચ રાજ્યોના 19 જિલ્લામાં ચેપનો દર 5-10 ટકા રહ્યો છે. આ 27 જિલ્લામાં કડક દેખરેખની જરૂર છે. રાજ્યોને કોરોનાની તપાસ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ

હવે RT-PCR જ ઓમિક્રોન વેરિઅન્ટને ઓળખશે ! ટેકનોલોજીની નબળાઈ જ તેની તાકાત બની

 

Next Article