કોરોના રસીના બે ડોઝ લીધા પછી 9 મહિના સુધી ત્રીજા ડોઝની જરૂર નથી, આ બુસ્ટર નહીં ત્રીજો ડોઝ કહેવાશે

|

Dec 09, 2021 | 9:39 PM

આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાં આરોગ્ય મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, જે લોકોએ કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને આગામી 9 મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી.

કોરોના રસીના બે ડોઝ લીધા પછી 9 મહિના સુધી ત્રીજા ડોઝની જરૂર નથી, આ બુસ્ટર નહીં ત્રીજો ડોઝ કહેવાશે
Corona Vaccination

Follow us on

કોરોના વાયરસના (Corona Virus) નવા વેરીઅન્ટ, ખાસ કરીને ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) ના ખતરનાક વલણને ધ્યાનમાં રાખીને, વિશ્વભરમાં બૂસ્ટર ડોઝની માગ ઝડપથી વધી છે અને ભારતમાં પણ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની જોરદાર માગ છે, પરંતુ આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) સ્પષ્ટતા કરી કે બંને ડોઝ લેનારાઓ માટે, 9 મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાં આરોગ્ય મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જે લોકોએ કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને આગામી 9 મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી. જે બૂસ્ટર ડોઝ નહીં પણ ત્રીજો ડોઝ કહેવાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હજુ સુધી ત્રીજા ડોઝને લઈને કોઈ નીતિ બનાવવામાં આવી નથી. મંત્રાલયે સમિતિને એમ પણ કહ્યું કે બાળકોને રસી આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેના પર સંશોધન ચાલુ છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન જીનોમ સિક્વન્સિંગ પર છે અને સંશોધન સતત ચાલુ છે. સંસદીય સમિતિએ ઓમિક્રોન કેસમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યની પ્રશંસા કરી હતી. સભ્યોએ છેલ્લા 14 દિવસમાં ઓમિક્રોનના નિવારણ પર લીધેલા પગલાંની પણ પ્રશંસા કરી હતી.

અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં ઓમિક્રોનના 23 કેસ

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટની ઓળખ થઈ ત્યારથી, આ વેરીઅન્ટ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ ગયા અઠવાડિયે જ નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કર્ણાટકમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા છે, પરંતુ હવે ઓમિક્રોનના કેસ બીજા ઘણા રાજ્યોમાં ફેલાઈ ગયા છે.

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પહેલા કર્ણાટકમાં નોંધાયા હતા, પરંતુ હવે તે 5 રાજ્યોમાં ફેલાઈ ગયા છે. અત્યાર સુધીમાં, સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 23 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે અને અત્યાર સુધીમાં અહીં 10 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્ર બાદ રાજસ્થાનમાં સૌથી વધુ 9 કેસ નોંધાયા છે. આ સિવાય કર્ણાટકમાં 2, રાજધાની દિલ્હી અને ગુજરાતમાં 1-1 કેસ મળી આવ્યા છે. વિશ્વના 57 દેશોમાં ઓમીક્રોનના 2303 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ ડેનમાર્કમાં 700 થી વધુ કેસ મળી આવ્યા છે.

વિદેશમાં બૂસ્ટર ડોઝ લઈ રહેલા સમૃદ્ધ ભારતીયો !

ઓમિક્રોન વેરિઅન્ટના જોખમ વચ્ચે, બૂસ્ટર ડોઝને લઈને અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ પરવાનગી મળી નથી. પરંતુ હવે એવા સમાચાર છે કે બૂસ્ટર ડોઝ માટે પરવાનગી ન મળવાને કારણે ઘણા અમીર ભારતીયો વિદેશમાં જઈને બૂસ્ટર ડોઝ લઈ રહ્યા છે. અહેવાલ છે કે બૂસ્ટર ડોઝ લેવા માટે ઘણા ભારતીયો અમેરિકા અને બ્રિટન સહિત વિદેશોમાં જઈ રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના જોખમનો સામનો કરવા માટે, રસીના બૂસ્ટર ડોઝની માંગ વેગ પકડી રહી છે.

મહારાષ્ટ્રના કેટલાક મંત્રીઓ સહિત, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), પહેલાથી જ કેન્દ્ર સરકારને પત્ર લખીને તમામ આરોગ્ય કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવા વિનંતી કરી ચૂક્યા છે. IMA, પૂણે ચેપ્ટરના ડૉ. સંજય પાટીલે કહ્યું છે કે અત્યાર સુધીના અભ્યાસમાં એ દર્શાવવામાં આવ્યું છે કે રસીની અસર થોડા સમય પછી નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

જો કે, બૂસ્ટર ડોઝની માગ વચ્ચે, સૂત્રોનું કહેવું છે કે આરોગ્ય મંત્રાલયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાં સ્પષ્ટતા કરી છે કે, જે લોકોએ કોરોના રસીના બે ડોઝ લીધા છે તેઓએ આગામી 9 મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી. તેને બૂસ્ટર ડોઝ નહીં પણ ત્રીજો ડોઝ કહેવાશે.

 

આ પણ વાંચો :  15 મહિનામાં 1642 કિસાન રેલ ચલાવવામાં આવી, ભારતીય રેલ્વેએ કરી 220 કરોડની કમાણી

Next Article