Data Point: તમામ રાજ્યોમાં ઓમિક્રોનનો વધારો, ડેટાના આધારે જાણો કયા ત્રણ રાજ્ય નોંધાવે છે દેશના અડધાથી વધુ કેસ

|

Jan 16, 2022 | 12:38 PM

ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર ડેટાના આધારે ભારતમાં નવા વર્ષથી ઓમિક્રોન કેસોની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે

Data Point: તમામ રાજ્યોમાં ઓમિક્રોનનો વધારો, ડેટાના આધારે જાણો કયા ત્રણ રાજ્ય નોંધાવે છે દેશના અડધાથી વધુ કેસ
Omicron cases on the rise in India

Follow us on

દેશમાં આજે કોરોના વાયરસના (Corona virus) 2,71,202 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 314 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં Positivity rate વધીને 16.28% થઈ ગયો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટની (Omicron variant) વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સત્તાવાર ડેટાના આધારે ભારતમાં નવા વર્ષથી ઓમિક્રોન કેસોની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે,  01 જાન્યુઆરીએ દેશમાં આવા 1,430 કેસ હતા જે 15 જાન્યુઆરી સુધીમાં 7743 કેસ પર પહોંચી ગયા હતા.

Chart 1: ભારતમાં ઓમિક્રોનના કેસોમાં વધારો

આ જ સમયગાળા દરમિયાન દેશમાં કોરોનાવાયરસનો(Coronavirus in India) ફેલાવો પણ ઝડપથી વધ્યો છે. ડેટા દર્શાવે છે કે વર્ષના પ્રથમ દિવસે, સમગ્ર દેશમાં વાયરસના કુલ 22,775 કેસ નોંધાયા હતા જ્યારે તે 13 જાન્યુઆરી સુધીમાં દરરોજ 2.47 લાખ સુધી પહોંચી ગયો છે. દૈનિક Positivity rate  પણ દસ ગણો વધી ગયો છે. તે બે અઠવાડિયામાં લગભગ એક ટકાથી વધીને 11 ટકા થઈ ગયો.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

કોવિડ(Covid) કેસની સાથે ઓમિક્રોનનું(Omicron) નવું વેરિઅન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શરૂઆતમાં ઓમીક્રોને મુખ્યત્વે રાજધાની દિલ્હી અને પછી મુંબઈમાં તેની હાજરી દર્શાવી હતી પરંતુ થોડા જ અઠવાડિયામાં, તે રાજ્યોમાં ફેલાઈ ગયો હતી. ડેટા અનુસાર, બુધવાર (12 જાન્યુઆરી) સુધીમાં, કુલ 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન કેસ નોંધાયા છે.

Chart 2: ભારતમાં ઓમિક્રોન કેસોની ગતિ

State-wise scenario

માત્ર ત્રણ રાજ્ય- મહારાષ્ટ્ર(Maharashtra), રાજસ્થાન(Rajasthan) અને દિલ્હી(Delhi) – મહામારીના ચાલુ વેવમાં લગભગ અડધા ઓમિક્રોન કેસ માટે જવાબદાર છે. આ રાજ્યોએ મળીને શરૂઆતથી અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2,708 કેસ નોંધ્યા છે જ્યારે બાકીના કેસો બીજા રાજ્યો દ્વારા નોંધાયા છે. મહારાષ્ટ્રમાં વેરિઅન્ટના સૌથી વધુ 1,367 કેસ નોંધાયા છે. તે પછી દિલ્હી અને રાજસ્થાનમાં ઓમીક્રોનના 792 અને 549 કેસ છે.

ઉત્તરપૂર્વીય રાજ્યોમાં, ઓમિક્રોનનો ફેલાવો દેશના અન્ય ભાગોની તુલનામાં ઓછો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ, 13 જાન્યુઆરી સુધીમાં, દેશમાં આ પ્રકારના કુલ 5,488 કેસ નોંધાયા હતા.

Chart 2: ઓમિક્રોન કેસની મહત્તમ સંખ્યા સાથે ટોચના પાંચ રાજ્યો

જ્યારે નવું વર્ષ શરૂ થયું, ત્યારે 16 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમીક્રોનના દસથી ઓછા અથવા તો શૂન્ય કેસ હતા. ત્યારબાદ, આગામી દસ દિવસ દરમિયાન, ઓમીક્રોનની હાજરી લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દર્શાવી. 13 જાન્યુઆરી સુધીમાં, પાંચ રાજ્યોમાં વેરિઅન્ટના 100 થી વધુ કેસ નોંધાયા છે. માત્ર આઠ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજની તારીખમાં વેરિઅન્ટના શૂન્ય કેસ નોંધાયા છે. તેમાં અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, લક્ષદ્વીપ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. જો કે, સામાન્ય કોવિડ-19 કેસો આ રાજ્યોમાં નોંધાયા છે, તેથી ઓમિક્રોન પણ ટૂંક સમયમાં આ સ્થળોએ પહોંચી શકે તેવી સંભાવનાને નકારી ન શકાય.

આ પણ વાંચો:

કોરોના રસીકરણ મહાભિયાનને એક વર્ષ પૂર્ણ, 70 % વસ્તી એક વર્ષમાં થઇ ફૂલી વેક્સીનેટેડ, તો 30 કરોડ બાળકોને મળ્યો પહેલો ડોઝ

આ પણ વાંચો:

Corona Update : કોરોનાના કેસમાં ફરી વધારો, 2 લાખ 71 હજારથી વધુ નવા કેસ, 24 કલાકમાં 314 મોત, ઓમિક્રોનના કેસ 7743

 

Next Article