OMG: 10 હજાર વેક્સિનનો ઓર્ડર લેનારી હોસ્પિટલ જ ગાયબ થઈ, સ્વાસ્થ્ય વિભાગના ઉડ્યા હોશ

|

Jun 09, 2021 | 5:19 PM

OMG: હોસ્પિટલ ન મળ્યા બાદ અધિકારીએ હોસ્પિટલ ન હોવાની જાણકારી ભોપાલ હેડક્વાર્ટર (Bhopal Headquarters) મોકલી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે અંતે કોણે કેટલી માત્રામાં કોરોના વેક્સિનનો (corona vaccine) ઓર્ડર આપ્યો હતો.

OMG: 10 હજાર વેક્સિનનો ઓર્ડર લેનારી હોસ્પિટલ જ ગાયબ થઈ, સ્વાસ્થ્ય વિભાગના ઉડ્યા હોશ
ફાઈલ ફોટો

Follow us on

OMG: હોસ્પિટલ ન મળ્યા બાદ અધિકારીએ હોસ્પિટલ ન હોવાની જાણકારી ભોપાલ હેડક્વાર્ટર (Bhopal Headquarters) મોકલી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે અંતે કોણે કેટલી માત્રામાં કોરોના વેક્સિનનો (corona vaccine) ઓર્ડર આપ્યો હતો.

 

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના જબલપુર (Jabalpur)ના આરોગ્ય વિભાગ (Health Department)ગત્ત કેટલાક દિવસોથી એક એવી હોસ્પિટલની શોધમાં છે. જેમને સીરમ ઈન્સ્ટીટ્યૂટ (Serum Institute)માં 10 હજાર કોવિશિલ્ડ વેક્સિન (Covishield vaccine)નો આર્ડર આપ્યો છે. વિભાગના ઓફિસરનો દાવો છે કે જે હોસ્પિટલે 10 હજાર વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો તે હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

25 મેના રોજ સીરમ ઈન્સ્ટીટયુટ (Serum Institute)માં મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની 6 ખાનગી હોસ્પિટલે કોવિડશીલ્ડ (Covishield)નો ઓર્ડર આપ્યો હતો. જેમાં ભોપાલ, ગ્વાલિયર અને જબલપુરની એક -એક હોસ્પિટલ તેમજ ઈન્દોરની 3 હોસ્પિટલનું નામ છે. જબલપુર(Jabalpur)માંથી મેક્સ હેલ્થ કેયર (Max Health Care) નામની એક હોસ્પિટલે સીરમ ઈન્સ્ટીટ્યુટ(Serum Institute)માં 10 હજાર કોવિશીલ્ડનો ઓર્ડર આપ્યો હતો.

 

આટલી મોટી સંખ્યામાં વેક્સિનનો ઓર્ડર મળ્યા બાદ હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતાની તપાસ કરવા માટે ભોપાલ હેડક્વાર્ટરથી જબલપુરના આરોગ્ય વિભાગ(Health Department)ને હોસ્પિટલ સંબંધિત માહિતી એકઠી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ બાદ હોસ્પિટલની જાણકારી એકઠી કરવા માટે કામે લાગ્યા હતા, પરંતુ તપાસ બાદ જાણકારી મળી કે જબલપુરમાં આ નામની હોસ્પિટલ છે કે પછી ક્લિનિક નથી.

 

હોસ્પિટલ ન મળ્યા બાદ અધિકારીએ હોસ્પિટલ ન હોવાની જાણકારી ભોપાલ હેડક્વાર્ટર (Bhopal Headquarters)ને મોકલી હતી. હવે સવાલ એ ઉભો થાય છે કે કોણે આટલી મોટી માત્રામાં વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર આપનારે કેમ ખોટું સરનામું આપ્યું હતુ.

 

અધિકારીના જણાવ્યા મુજબ સીરમ ઈન્સ્ટીય્યૂટ (Serum Institute)માંથી વેક્સિન રવાના થઈ છે કે કેમ આ વાતની જાણકારી તેમની પાસે નથી, પરંતુ અધિકારીનું કહેવું છે કે તેમની જાણકારી વગર શહેરમાં કોઈ પણ હોસ્પિટલ  વેક્સિન લગાવી શકે નહીં.

 

અધિકારીના જણાવ્યા મુજબ વેક્સિન ફ્રીમાં છે, વેક્સિન લેવા માટે લોકો ખુબ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. તેવામાં કાળાબજારનો પ્રયાસ થવાની સંભાવના ઓછી છે, તેમ છતાં અમે સંપુર્ણ રીપોર્ટ ભોપાલ મોકલી આપ્યો છે. હવે હોસ્પિટલની જાણકારી મેળવવા જબલપુર (Jabalpur)થી લઈ ભોપાલ સુધી આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે, સાથે સીરમ ઈન્સ્ટીટ્યુટે(Serum Institute) પાસેથી પણ જાણકારી મેળવવામાં આવી રહી છે કે કોણે આટલી મોટી માત્રામાં વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો.

 

આ પણ વાંચો: Uttar Pradesh : ભાજપમાં જોડાયા બાદ Jitin Prasada ની પ્રથમ પ્રતિક્રિયા, કોંગ્રેસને લઇને કહી આ વાત

Next Article