Viral Video : ડીજેના તાલે લચકતી કાકાની કમર જોઈ તમે પણ કહેશો વાહ કાકા વાહ, વીડિયો જોઈ એકદમ ફ્રેશ થઈ જશો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાકા પોતાના અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે. તેમના ડાન્સ સ્ટેપ જોઈ એવું લાગે છે કે, તે એક પ્રોફેશનલ ડાન્સર છે. કાકાનો ડાન્સ જોઈ તમારું મુડ ખરેખર ફ્રેશ થઈ જશે.

Viral Video :  ડીજેના તાલે લચકતી કાકાની કમર જોઈ તમે પણ કહેશો વાહ કાકા વાહ, વીડિયો જોઈ એકદમ ફ્રેશ થઈ જશો
old man dj dance video viral
| Edited By: | Updated on: Jul 09, 2021 | 11:57 AM

Viral Video:  એક વિડીયો સોશિયલ મીડિયા (social media)માં વાયરલ થઈ રહ્યો છે,આ વિડીયોમાં એક કાકાનો ડાન્સનો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાકા ડીજે પર મજેદાર ડાન્સ (dance) કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા (social media)ની દુનિયામાં દરરોજ અનેક વિડીયો વાયરલ થાય છે. જેમાં કેટલાક વિડીયો એવા હોય છે કે, જે જોઈ તમે હસવાનું રોકી શકતા નથી. તમારું બધું જ ટેન્શન પણ આ વિડીયો (Video) જોઈ દુર થઈ જાય છે. ત્યારે હાલમાં જ એક વિડીયો (Video) વાયરલ થઈ રહ્યો ચે. આ વિડીયો જોઈ તમને પણ ખુબ મજા આવશે. એક કાકા પોતાની સ્ટાઈલમાં જ એવો ડાન્સ કર્યો કે, લોકો હસવાનું રોકી શકતા ન હતા. આ વિડીયો (Video)લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.


લોકો લગ્ન પ્રસંદ કે કોઈ સમારોહમાં ડીજે પર ડાન્સ કરતા તમે જોયા હશે પરંતુ આ કાકાનો ડાન્સ જોઈ મોટા મોટા ડાન્સમાસ્ટર (Dancemaster)પણ હેરાન થયા છે. આ કાકાનો વિડીયો (Video) ઈન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો છે, વિડીયો જોઈ લોકો પણ કહી રહ્યા છે કે, ડાન્સનું કોઈ પ્લેટફોર્મ હોતું નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાકા પોતાના અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે. તેમના ડાન્સ સ્ટેપ જોઈ એવું લાગે છે કે, તે એક પ્રોફેશનલ ડાન્સર છે. કાકાનો ડાન્સ (dance) જોઈ તમારું મુડ ખરેખર ફ્રેશ થઈ જશે. આ વિડીયોને અંદાજે 40 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આ વિડીયો પર લોકોની કોમેન્ટનો પણ ઢગલો થયો છે.

સોશિયલ મીડિયા (social media) પર આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જેના કારણે યુઝર્સ પણ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, ભાઈ ડાન્સ હોય તો આવો. અન્ય લોકોએ કહ્યું સલમાન ખાન અને વરુણ ધવનથી પણ સારો ડાન્સ છે.

Published On - 11:50 am, Fri, 9 July 21