Balasore : ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. મોટી વાત એ છે કે બાલાસોરમાં બંને ડાઉન લાઈનો શરૂ થઈ ગઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) ઘટના સ્થળે હાજર હતા. આજે તેમની હાજરીમાં ડાઉન લાઈન પરથી એક માલગાડી પસાર થઈ હતી. માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલવે મંત્રીએ હાથ જોડી ભગવાનનો આભાર માન્યો હતો.
દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી શનિવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારથી છેલ્લા 40 થી વધુ કલાકથી ત્યાં ઉભા છે અને દરેક વસ્તુ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.બાલાસોરમાં રાહત અને બચાવની વચ્ચે તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે ટ્રેક પર બે પલટી ગયેલા કોચની વચ્ચેથી બહાર નીકળતા જોવા મળે છે.
જ્યારે બીજી તસ્વીરમાં તે રાત્રે અકસ્માત સ્થળે બેઠા છે. ઘટનાના બે દિવસ બાદ પણ ઘણા લોકોએ બાલાસોરમાં રેલ મંત્રીની હાજરી માટે તેમના વખાણ કર્યા છે. બીજેપીના ઘણા નેતાઓએ પણ તેમની તસવીર શેર કરી છે. આજે 51 કલાક બાદ બાલાસોર રેલવે ટ્રેક ફરી થયો છે, તેની પાછળ રેલવેના કર્મચારીઓ, મજૂરો અને પદાધિકારીઓનો મોટો ફાળો છે.
#WATCH | Balasore, Odisha: Train movement resumes in the affected section where the horrific #BalasoreTrainAccident happened that claimed 275 lives. Visuals from Bahanaga Railway station. pic.twitter.com/Onm0YqTTmZ
— ANI (@ANI) June 4, 2023
#OdishaTrainAccident | Balasore: Both tracks have been restored. Within 51 hours the train movement has been normalised. Train movement will begin from now: Railways minister Ashwini Vaishnaw pic.twitter.com/cg25EE2ts2
— ANI (@ANI) June 4, 2023
માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા અને તમામને સંપૂર્ણ તાકીદ સાથે કામ કરવાની સૂચના આપી હતી. ટીમે પણ એવું જ કર્યું. હવે બંને ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું છે અને અકસ્માતના 51 કલાકમાં ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Balasore Train Accident: શબઘરમાં પુત્રને શોધી રહ્યા છે પિતા, Viral Video જોઈને આંસુ આવી જશે
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેકનું કામ થઈ ગયું છે. હવે ઓવરહેડ વાયરનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે વધુ તપાસ માટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:40 pm, Sun, 4 June 23