Odisha: અમિત શાહ કટકમાં આયોજિત ‘ત્રિરંગા યાત્રા’માં જોડાયા, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન

|

Aug 08, 2022 | 2:56 PM

અમિત શાહે (Amit Shah) આ પહેલા લોકોને 13 થી 15 ઓગસ્ટની વચ્ચે ઘરે ઘરે ત્રિરંગો ફરકાવીને 'હર ઘર ત્રિરંગા' અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ અભિયાન હેઠળ સમગ્ર ભારતમાં લગભગ 20 કરોડ ઘરો પર ત્રિરંગો ફરકાવવામાં આવશે.

Odisha: અમિત શાહ કટકમાં આયોજિત ત્રિરંગા યાત્રામાં જોડાયા, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન
Amit Shah - Tiranga Yatra

Follow us on

ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની યાદમાં સરકાર દ્વારા ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ 13 અને 15 ઓગસ્ટની વચ્ચે પોતપોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવે. સરકારના આ અભિયાનનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાનો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે ઓડિશામાં ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનને ઘરે-ઘરે લઈ જવા માટે ‘તિરંગા યાત્રા’ કાઢી હતી.

કટકમાં આયોજિત આ ‘ત્રિરંગા યાત્રા’માં અમિત શાહની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ભાગ લીધો હતો. રાષ્ટ્રધ્વજની ડિઝાઈન પિંગલી વેંકૈયાએ તૈયાર કરી હતી. જ્યારે મહાત્મા ગાંધીએ વિજયવાડામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં વર્ષ 1921માં વેંકૈયા દ્વારા ડિઝાઇન કરાયેલા રાષ્ટ્રીય ધ્વજને મંજૂરી આપી હતી. અમિત શાહે આ પહેલા લોકોને 13 થી 15 ઓગસ્ટની વચ્ચે ઘરે ઘરે ત્રિરંગો ફરકાવીને ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ અભિયાન હેઠળ સમગ્ર ભારતમાં લગભગ 20 કરોડ ઘરો પર ત્રિરંગો ફરકાવવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ સસ્તામાં ઉપલબ્ધ છે

નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ સુધી ત્રિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કુલ 9087 પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ સસ્તામાં ઉપલબ્ધ છે. ઈન્ડિયા પોસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે, 1 ઓગસ્ટથી પશ્ચિમ બંગાળની પોસ્ટ ઓફિસમાંથી લગભગ 90,000 ત્રિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે.

દેશ આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે

પશ્ચિમ બંગાળ સર્કલના પોસ્ટલ વિભાગે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને ઓનલાઈન ઓર્ડરની ઘરે-ઘરે ડિલિવરી કરવા માટે પોસ્ટ ઓફિસમાં મોટી સંખ્યામાં કાઉન્ટરો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અહીં દરેક રાષ્ટ્રધ્વજની કિંમત 25 રૂપિયા છે. જણાવી દઈએ કે સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠના અવસર પર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના કેળવવા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ વધારવા માટે કેન્દ્ર દ્વારા 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Published On - 2:56 pm, Mon, 8 August 22

Next Article