Odisha : યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં બનશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લોકો વર્ષ 2022-23 થી લાભ લઈ શકશે

|

Jul 04, 2021 | 5:10 PM

ઓડિશાના પરિવહન પ્રધાન બેહેરાએ જણાવ્યું હતું કે પુરીમાં નવું વિમાનમથક સ્થાપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં જગ્યાની પસંદગી અને તેની સાથે સંકળાયેલી અન્ય કામગીરી સામેલ છે.

Odisha : યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં બનશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લોકો વર્ષ 2022-23 થી લાભ લઈ શકશે
File Photo

Follow us on

ઓડિશાના પરિવહન પ્રધાન પદ્મનાભ બેહરાએ (Transport Minister, Padmanabh Behera) રવિવારે કહ્યું હતું કે, પુરી હવાઈ સેવા વર્ષ 2022-23 સુધીમાં શરૂ થઈ શકે છે. પુરીમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક (International Airport) બનાવવાનું કામ શરૂ થયું છે.

પરિવહન પ્રધાન બેહેરાએ જણાવ્યું હતું કે પુરીમાં નવું વિમાનમથક સ્થાપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં જગ્યાની પસંદગી અને તેની સાથે સંકળાયેલી અન્ય કામગીરી સામેલ છે. અમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના મુજબ સમયસર કામ ચાલુ રહેશે, તો વર્ષ 2022 ના અંતમાં કે 2023 ની શરૂઆતમાં, લોકો પુરીથી હવાઈ સેવાનો લાભ લઈ શકશે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ બાબતે ઉડ્ડયન મંત્રાલય અને નિષ્ણાતો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. દેશના હવાઇ મથકો કોવિડ -19 સામેની દેશની લડતને મજબૂત કરવા માટે દરરોજ દેશભરમાં તબીબી જરૂરીયાતો અને ઉપકરણોનું પરિવહન કરે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું ભુવનેશ્વર એરપોર્ટ (Bhubaneswar Airport) અને તેના હોદ્દેદારો તબીબી સાધનો અને માલસામાનના રાત-દિવસ પરિવહન પ્રદાન કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 13 મેના રોજ જારી કરેલી આંકડા અનુસાર, 9 મે 2021 સુધી વિવિધ એરલાઇન્સ દ્વારા કોવિડ -19 રસીના કુલ 669 બોક્સ (20.53 MT) ભુવનેશ્વર એરપોર્ટથી પરિવહન કરવામાં આવ્યા છે.

બીજી લહેર દરમિયાન ઓક્સિજનની કટોકટીને પહોંચી વળવા 23 એપ્રિલ, 2021 થી 11 મે, 2021 સુધીમાં કુલ 156 ખાલી ઓક્સિજન ટેન્કર, 526 ઓક્સિજન Concentrator અને 140 ઓક્સિજન સિલિન્ડર ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા મોકલવામાં આવ્યા હતા.

ભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે. અહી ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે.

Next Article