Breaking News: નગ્ન અવસ્થામાં મંદિર પહોંચી યુવતી… દેવીની મૂર્તિ હાથમાં લઈ તળાવમાં લગાવી ‘છલાંગ’, સોફ્ટવેર એન્જિનિયરનું ‘રહસ્યમય મોત’

તાજેતરમાં જ એક અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં એક 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ કથિત રીતે નગ્ન અવસ્થામાં મંદિર જઈને, દેવીની મૂર્તિ હાથમાં લઈ તળાવમાં છલાંગ લગાવી દીધી છે.

Breaking News: નગ્ન અવસ્થામાં મંદિર પહોંચી યુવતી... દેવીની મૂર્તિ હાથમાં લઈ તળાવમાં લગાવી છલાંગ, સોફ્ટવેર એન્જિનિયરનું રહસ્યમય મોત
| Updated on: Jul 19, 2026 | 3:25 PM

હૈદરાબાદમાં એક 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે કથિત રીતે નગ્ન અવસ્થામાં મંદિર જઈને તળાવમાં છલાંગ લગાવી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા વિશાખાપટ્ટનમ જતાં પહેલાં બેંગલુરુમાં સોફ્ટવેર પ્રોફેશનલ તરીકે કામ કરતી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાતી હતી. પોલીસે જણાવ્યું કે, વૈવાહિક વિવાદોના કારણે મહિલાના માતા-પિતા અલગ રહેતા હતા. તેના પિતા હાલમાં વિશાખાપટ્ટનમમાં રહે છે, જ્યારે મૃતક હૈદરાબાદના પીરઝાદીગુડામાં પોતાની મમ્મી સાથે રહેતી હતી.

નગ્ન અવસ્થામાં મંદિર ગઈ અને તળાવમાં લગાવી ‘છલાંગ’

17 જુલાઈએ મહિલા અને તેની મમ્મી હૈદરાબાદના મિયાપુરમાં એક ટુ-બેડરૂમનું એપાર્ટમેન્ટ જોવા ગયા હતા, જેને તેઓ ખરીદવાનું આયોજન કરી રહ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ બંને અલગ-અલગ રૂમમાં સુઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રિ દરમિયાન મહિલાએ કથિત રીતે તેની માતાના બેડરૂમને બહારથી બંધ કરી દીધો, કપડાં વગર જ ઘરની બહાર નીકળી ગઈ અને નજીકના એક મંદિરમાં ચાલી ગઈ. ત્યાર બાદમાં તેણે તળાવમાં છલાંગ લગાવી દીધી.

પોલીસને શનિવારે સવારે આ ઘટનાની માહિતી મળી અને તેમણે તળાવમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેની માતાને સોંપવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મહિલાના પિતાને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.

મોતનું રહસ્ય ‘ઘેરાયું’

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મૃતક મહિલા અને તેની મમ્મી બંને જ ભયથી પીડાતા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ મામલાએ યુવતીના મોતનું રહસ્ય વધુ ઘેરી દીધું છે.

પોલીસ તપાસમાં લાગી છે કે, આખરે તેણે આવું કેમ કર્યું? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીએ છલાંગ લગાવતા પહેલાં એક દેવીની મૂર્તિ લીધી અને તળાવમાં કૂદી પડી. આ મામલો પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મોતનું રહસ્ય ઘેરાયું છે.

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધસમસતા પૂરથી ભારે વિનાશ, 200થી વધુ કાર રમકડાની માફક તણાઈ, જુઓ Video

Follow Us