હવે દેશ બનશે ટેક્સટાઈલ હબ, PM Modiએ 7 રાજ્યોમાં આ મોટી યોજનાઓને આપી મંજૂરી

મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા હાલમાં કેન્દ્ર સરકારે દેશના 7 રાજ્યોમાં 'પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક'ને મંજૂરી આપી છે. સરકારનું માનવું છે કે તેનાથી રોજગારની નવી તકો ઊભી થશે અને દેશના વિકાસ માટે નવા રસ્તા ખુલશે. મળતી માહિતી મુજબ, પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક દ્વારા ફેબ્રિક તૈયાર કરવાથી લઈને તેની નિકાસ સુધીનું તમામ કામ એક જ જગ્યાએ કરવામાં આવશે.

હવે દેશ બનશે ટેક્સટાઈલ હબ, PM Modiએ 7 રાજ્યોમાં આ મોટી યોજનાઓને આપી મંજૂરી
Textile hub PM Modi
| Edited By: | Updated on: Mar 17, 2023 | 9:41 PM

મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાન થકી ભારત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી ભારતના દરેક ક્ષેત્રમાં વિકાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા હાલમાં કેન્દ્ર સરકારે દેશના 7 રાજ્યોમાં ‘પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક’ને મંજૂરી આપી છે. સરકારનું માનવું છે કે તેનાથી રોજગારની નવી તકો ઊભી થશે અને દેશના વિકાસ માટે નવા રસ્તા ખુલશે. મળતી માહિતી મુજબ, પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક દ્વારા ફેબ્રિક તૈયાર કરવાથી લઈને તેની નિકાસ સુધીનું તમામ કામ એક જ જગ્યાએ કરવામાં આવશે.

આ 7 રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને યુપીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના ભારતને ટેક્સટાઇલ હબ બનવામાં મદદ કરશે. સાથે સાથે આ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું પણ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક, 5F (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન) વિઝનને અનુરૂપ ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપશે. એ જણાવતા આનંદ થાય છે કે પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, એમપી અને યુપીમાં સ્થાપવામાં આવશે.”

વડાપ્રધાન મોદીનું ટ્વિટ

 

 

વડાપ્રધાન મોદીએ આ નિર્ણયને ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર વર્લ્ડ’નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવતા કહ્યું છે કે, “PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક, ટેક્સટાઈલ સેક્ટર માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. તે કરોડો રુપિયાના રોકાણને આકર્ષશે અને ભારતમાં લાખો નોકરીઓનું સર્જન કરશે.” રિપોર્ટ્સ અનુસાર, PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કથી દેશમાં 14 લાખ નોકરીની તકો ઊભી થશે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન

ભારતના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, “ટેક્સટાઈલ મંત્રાલયની સાથે સાથે યુપી સહિત 7 રાજ્યો માટે એ ખૂબ જ આનંદની વાત છે કે દેશમાં ‘પીએમ મિત્ર યોજના’ હેઠળ મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે. અમારા ટેક્સટાઇલ ઉદ્યોગને વિદેશી દેશોમાં વિસ્તારવા માટે 5Fના વિઝનનું આ પગલું છે. અગાઉ સમગ્ર પ્રક્રિયામાં ખર્ચ અને બગાડ થતો હતો, પરંતુ હવે એક જગ્યાએ ટેક્સટાઈલ પાર્ક બનશે તો આવું નહીં થાય.” આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે, તેમાં 4425 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.