દગાબાજ ચીનનો દગો ! હવે ઉત્તરાખંડમાં નીતિ દર્રા પાસે સ્થાપી રહ્યું છે આર્મી કેમ્પ, બનાવી રહ્યું છે નવો રોડ અને હેલિપેડ 

|

May 23, 2023 | 4:11 PM

ચીન તેની હરકતોથી બાજ નહી આવે. પૂર્વ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સરહદી વિવાદ વચ્ચે, ચીન હવે ઉત્તરાખંડમાં મિલિટરી સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરી રહ્યુ છે. આ ઉપરાંત નીતિ દર્રા પાસે એક રસ્તો બનાવી રહ્યુ છે. ભારત-ચીન વચ્ચે થયેલા યુદ્ધ બાદથી નીતિ દર્રા પાસ બંધ છે.

દગાબાજ ચીનનો દગો ! હવે ઉત્તરાખંડમાં નીતિ દર્રા પાસે સ્થાપી રહ્યું છે આર્મી કેમ્પ, બનાવી રહ્યું છે નવો રોડ અને હેલિપેડ 

Follow us on

ચીન તેની વિસ્તરણવાદી નીતિ અપનાવવામાં પાછળ પડતું નથી. પૂર્વી લદ્દાખમાં ભારત સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ચીનની સેના ઉત્તરાખંડમાં નીતિ દર્રા પાસની સામેના તેના વિસ્તારમાં કેમ્પ તૈયાર કરી રહી છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીનની પીએલએ સેના આ વિસ્તારમાં રોડ બનાવવાની સાથે સાથે એક હેલિપેડ પણ બનાવી રહ્યુ છે.

જો સેનાના સૂત્રોનું માનીએ તો ચીન ઉત્તરાખંડના વિપરીત મધ્યમ ક્ષેત્રને એર કનેક્ટિવિટીથી જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનની આ હરકતો સાબિત કરે છે કે, ઉત્તરીય અને પૂર્વીય સેક્ટર બાદ હવે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના શાંત વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે.

આ વિસ્તાર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને અડીને આવેલા LAC પાસે છે. જ્યાં ચીન સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી વધારવા પર કામ કરી રહ્યું છે. નીતિ દર્રા પાસ પાસે ચીન દ્વારા સારંગ અને પોલિંગ જીંદ ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે નીતિ દર્રા પાસ અને તુંજુન પાસ પાસે ચીની સેનાના નવા કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભારત-ચીન યુદ્ધ બાદ નીતિ દર્રા પાસ બંધ છે

નીતિ દર્રા પાસ 1962ના ચીન-ભારત યુદ્ધથી બંધ છે, જ્યારે યુદ્ધ પહેલા તે ભારત અને તિબેટ વચ્ચેનો વેપાર માટેનો ધમધમતો માર્ગ હતો અને લાંબા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. સૂત્રોએ જણાવ્યું કે ચીન થોલિંગ સેક્ટરથી 45 કિલોમીટર દૂર સરહદી ગામ પણ બનાવી રહ્યું છે. ગામથી થોડાક મીટર દૂર લશ્કરી સંકુલ પણ બનાવવામાં આવ્યું છે.

જો સંરક્ષણ અને વ્યૂહાત્મક વિશ્લેષકોનું માનીએ તો, બેઇજિંગ ચારે બાજુથી ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરહદની આસપાસ તેની ગતિવિધિઓમાં ઝડપથી ફેરફાર થયો છે. જ્યાં ચીન પહેલા ચુપચાપ બેઠું હતું ત્યાં હવે હેલિપેડ અને રસ્તાઓ બનાવી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે ભારતે ચીન સામે સંતુલિત અભિગમ અપનાવવો પડશે.

ભારત પણ જડબાતોડ જવાબ આપવામાં પાછળ નથી

LAC પાસે ચીનની હરકતો જોઈને ભારત પણ સરહદ નજીક પોતાની તાકાત વધારી રહ્યું છે. માર્ગ અને પુલ નિર્માણ સહિત સરહદી ક્ષેત્રે અનેક માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ભારત દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે. આના દ્વારા ભારતીય સેનાના જવાનો જે તે સ્થળે અને કેમ્પ ખાતે સુધી સરળતાથી પહોંચી શકશે.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article