નાગાલેન્ડમાં ચાર બૂથ પર એક પણ મત ના પડ્યો, આજે ઢોલ વગાડીને મતદારોને બોલાવીને ફરી યોજાશે ચૂંટણી

|

Mar 01, 2023 | 11:43 AM

નાગાલેન્ડમાં ચાર મતદાન મથકોના વિસ્તારોમાં ઢોલ વગાડીને અથવા અન્ય કોઈ અનુકૂળ રીતે વ્યાપક પ્રચાર કરવામાં આવશે અને સ્થાનિક લોકોને આજે યોજાનારી ચૂંટણી વિશે જાગૃત કરવામાં આવશે.

નાગાલેન્ડમાં ચાર બૂથ પર એક પણ મત ના પડ્યો, આજે ઢોલ વગાડીને મતદારોને બોલાવીને ફરી યોજાશે ચૂંટણી

Follow us on

ભારતમાં ચૂંટણી એ લોકશાહી પર્વ ગણાય છે અને ભારતનું ચૂંટણી પંચ આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે છે કે દરેકે આ તહેવારમાં ભાગ લેવો જોઈએ. ચૂંટણી પંચે નાગાલેન્ડમાં ઝુનહેબોટો, સાનિસ, તિજીત અને થોનોક મતવિસ્તારમાં ચાર મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ ચારેય મતદાન મથકો પર આજે મતદાન થશે. ચૂંટણી નિરીક્ષકો દ્વારા જાહેર કરાયેલા અહેવાલોના આધારે અને તમામ સંજોગોને ધ્યાનમાં લેતા, ચૂંટણી પંચે સોમવારે ચાર મતદાન મથકોના મતદાનને રદબાતલ જાહેર કર્યું હતું, જે ચાર મતદાન મથકો પર મતદાન નથી કરાયું તે ચારેય મતદાન મથકની બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે.

2017માં આવેલી ફિલ્મ ‘ન્યૂટન’ની કહાની પણ આવી જ હતી. ફિલ્મમાં નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં મતદારોને બૂથ પર બોલાવવા માટે વિવિધ યુક્તિઓ કરવામાં આવી હતી. એ જ રીતે, ચૂંટણી પંચે મંગળવારે નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યાની વચ્ચે ચાર મતદાન મથકો પર ફરીથી મતદાનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

ઢોલ વગાડીને મતદારોને બોલાવાશે

નાગાલેન્ડમાં ચાર મતદાન મથકોના વિસ્તારોમાં ઢોલ વગાડીને અથવા અન્ય કોઈપણ અનુકૂળ રીતે મતદાતાઓને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે પ્રચાર કરવામાં આવશે અને રાજકીય પક્ષો અને ઉમેદવારોને આજે યોજાનારી ચૂંટણી અંગે લેખિતમાં જાણ કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કે, ચાર મતદાન મથકોમાંથી એક પણ મતદાન મથક ભંડારી, મોન્યાક્ષુ અને એટોઇઝુ મતવિસ્તાર હેઠળ આવતા નથી. ભંડારી, મોન્યાક્ષુ અને એટોઇઝુ મતવિસ્તારમાં સોમવારે મતદાનના દિવસે હિંસાની ત્રણ મોટી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં આઈટીબીપીના જવાન અને નાગાલેન્ડ પોલીસના જવાન સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.

ઇન્ટરનેટ બંધ રહેશે

દરમિયાન, નાગાલેન્ડના ગૃહ વિભાગે મંગળવારે સવારે પૂર્વી નાગાલેન્ડના કિફિરે જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને અન્ય આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. બીજેપી સમર્થકોએ સિયોચુંગ-સિટીમી મતવિસ્તારમાં કેટલાક મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગણી કર્યા પછી જિલ્લામાં તણાવ પ્રવર્તી રહ્યો હતો. નાગાલેન્ડ રાજ્યના ગૃહ કમિશનર અભિજિત સિન્હાએ મેસેજિંગ સેવાઓ, વ્હોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવા માટે આ અસર માટે સૂચના જાહેર કરી છે.

બીજેપીના વી કાશિહો સંગતમ અહીં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ઉમેદવાર સી કિપિલી સંગતમ સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ પ્રોક્સી વોટિંગનો આરોપ લગાવીને પુનઃમતદાનની માંગ કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કિફિરના પુંગરો-કિફિરે મતવિસ્તારમાં પણ તણાવ વધી રહ્યો છે કારણ કે નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના ઉમેદવાર એસ કિસુમેવ યિમચુંગર અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠવલે)ના ઉમેદવાર ટી યાંગસેઓ સંગતમના સમર્થકો વચ્ચે અથડામણ થઈ છે.

27 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા મતદાનમાં નાગાલેન્ડનું અંતિમ મતદાન 85.90 ટકા રહ્યું હતું, જ્યારે મેઘાલયમાં તે 85.27 પર પહોંચ્યું હતું.

Next Article