બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકત્વ, ગૃહ મંત્રાલયે મંગાવી અરજી, જાણો શું છે વિગત

|

May 29, 2021 | 1:43 PM

ગૃહ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓની ભારતીય નાગરિકત્વ માટેની અરજીઓ મંગાવી છે.

બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકત્વ, ગૃહ મંત્રાલયે મંગાવી અરજી, જાણો શું છે વિગત
ગૃહ મંત્રાલય

Follow us on

કેન્દ્ર સરકારે શુક્રવારે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓની ભારતીય નાગરિકત્વ માટેની અરજીઓ મંગાવી છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ – 1955 હેઠળ 2009 માં બનાવેલા નિયમો અંતર્ગત આ નિર્દેશનું તાત્કાલિક ધોરણે અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ગૃહમંત્રાલયે રજુ કરેલા જાહેરનામાંમાં કહેવામાં આવ્યું છે કે “નાગરિકતા અધિનિયમ -1955 ની કલમ 16 માં આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને કલમ -5 હેઠળ ભારતીય નાગરિક તરીકે નોંધણી કરવા અથવા કલમ-6 હેઠળ ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કયા જિલ્લાઓનો સમાવેશ

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયામાં 13 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 4 જિલ્લાઓનું નામ છે. ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ, અને વડોદરા જિલ્લામાં આદેશ અનુસાર કામગીરી હાથ ધરાશે.

ગુજરાતમાં આ જિલ્લાઓનો સમાવેશ

તેમજ દેશના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો દુર્ગ અને બાલોદાબજાર (છત્તીસગ), જાલોર, ઉદયપુર, પાલી, બાડમેર, સિરોહી (રાજસ્થાન), ફરીદાબાદ (હરિયાણા) અને જલંધર (પંજાબ) માં રહેતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ રહેવાસીઓ આ હેઠળ ભારતીય નાગરિકત્વ માટે ઓનલાઇન અરજી કરવા પાત્ર છે.’

ભારતના આ રાજ્યોના 13 જિલ્લાનો સમાવેશ

રાજ્યના સચિવ અથવા જિલ્લાના ડીએમ દ્વારા થશે ચકાસણી

ગૃહમંત્રાલયે કહ્યું કે શરણાર્થીઓની અરજીની ચકાસણી રાજ્યના સચિવ અથવા જિલ્લાના ડીએમ દ્વારા કરવામાં આવશે. આ માટે એક ઓનલાઇન પોર્ટલ હશે. આ સિવાય ડીએમ અથવા રાજ્યના ગૃહ સચિવ, કેન્દ્રના નિયમો અનુસાર ઓલાઇન અને લેખિત રજિસ્ટર બનાવશે, જેમાં ભારતના નાગરિક તરીકે શરણાર્થીઓની નોંધણી વિશે માહિતી હશે. આની એક નકલ સાત દિવસમાં કેન્દ્ર સરકારને મોકલવાની રહેશે.

 

આ પણ વાંચો: તારક મહેતાની બબીતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ, વાલ્મીકી સમાજના અપમાનનો આરોપ, જાણો સમગ્ર વિગત

Published On - 12:58 pm, Sat, 29 May 21

Next Article